તા.૨૫ મી એ કેવડીયા ખાતે કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકાશે

0
19

જરૂરિયાતમંદ દરદીઓને બોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્રનો જાહેર અનુરોધ

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના મેદાનમાં તા.૨૫ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૩૦ કલાકે સર્વરોગ નિદાન કેમ્પ યોજાનાર છે, જેમાં આદિજાતિ વિસ્તારના લોકોને સ્થળ પર જ આરોગ્ય તપાસણી, સારવાર અને નિદાન માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ નિદાન કેમ્પ માં કેન્દ્રિય કાપડ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિબેન ઇરાનીના ઉદઘાટક અને અધ્યક્ષપદે યોજાનારા આ સર્વરોગ નિદાન કેમ્પમાં મુખ્ય મહેમાનપદે જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા, ભરૂચ વિસ્તારના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર વિસ્તારના સંસદસભ્ય રામસિંહભાઇ રાઠવા તેમજ અતિથિવિશેષપદે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી ઉપરાંત જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી. પટેલ ઉપસ્થિત રહેશે. જરૂરિયાતમંદ દરદીઓને આ સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY