ખારીકટ કેનાલને ગંદી કરનારા દુકાનદારો પાસેથી ૪.૨૭ લાખ વસૂલાયા

0
11

અમદાવાદ,તા.૧૩
મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા ગત તા.૧ મે, ર૦૧૮થી એશિયાની સૌથી મોટી ડસ્ટબિન ગણાતી ખારીકટ કેનાલને રાજ્ય સરકારના જળ અભિયાન-ર૦૧૮ હેઠળ સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું, જે એક મહિના સુધી ચાલ્યું હતું. ખારીકટ કેનાલમાં કચરો ફેંકીને તેને ગંદી કરનારા દુકાનદારોને ઝબ્બે કરવા તંત્ર દ્વારા ખાસ ચાર મોબાઇલ ચેકિંગ સ્કવોડ કામે લગાડાઈ છે. આ પેટ્રોલિંગ ટીમે કચરો ફેંકનારા દુકાનદારો પાસેથી રૂ.૪.ર૭ લાખનો દંડ વસૂલ્યો છે.
ખારીકટ કેનાલને હંમેશાં સ્વચ્છ રાખવા માટે તંત્ર દ્વારા કચરો એકત્રિત કરવા માટે વધારાની ૮પ સિલ્વર ટ્રોલી મુકાઇ છે. આ ઉપરાંત ૧૦૪ સીસીટીવી કેમેરા મૂકીને કચરો ફેંકનારા તત્વો સામે ચાંપતી નજર રખાઇ રહી છે તેમજ રોડ ક્રોસિંગ પર ચેઇનલિંક ફેન્સંગ વગેરેની કામગીરી કરાઇ છે. તેમ છતાં ખારીકટ કેનાલમાં આસપાસના દુકાનદારો દ્વારા સત્તાવાળાની નજર ચૂકવીને કચરો ફેંકવાની પ્રવૃત્તિ અટકી નથી.
જાકે તંત્ર દ્વારા ખારીકટ કેનાલમાં કચરો નખાતો રોકવા માટે બાઉન્સર સાથેની ચાર મોબાઇલ ચેકિંગ સ્કવોડ તૈયાર કરાઇ છે. આ પેટ્રોલિંગ ટીમ દ્વારા ગત તા.૩૦ મે, ર૦૧૮થી તા.૩૦ જૂન, ર૦૧૮ સુધીમાં કચરો ફેંકનારા ઇસમો પાસેથી રૂ.૪.ર૭ લાખનો દંડ વસૂલાયો છે.
દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૩.૪૪ લાખનો દંડ, ઉત્તર ઝોનમાંથી રૂ.પ૧.પ હજારનો દંડ અને પૂર્વ ઝોનમાંથી સૌથી ઓછો રૂ.૩૧.ર હજારનો દંડ વસૂલાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY