વડોદરા,તા.૧૩
છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વડોદરા વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામનું પ્રિયંકાનગર બેટમાં ફેરવાઇ ગયું છે. ૨૫૦ જેટલા લોકોને આખી રાત ગામ નજીક આવેલા નેશનલ હાઇવે નંબર-૮ના રોડ ઉપર પસાર કરવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા કોઇ મદદ ન મળતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર નજીક અણખોલ ગામ સ્થિત પ્રિયંકાનગર આવેલું છે. જેમાં ૫૦ જેટલા મકાનોમાં ૨૫૦ જેટલા લોકો રહે છે. વરસાદી પાણીનો નિકાલ ન થતાં પ્રિયંકાનગર બેટમાં ફેરવાઇ ગયું હતું. પ્રિયંકાનગરની ચારેકોર પાણી ભરાઇ જતાં રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું હતું. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે નુકશાન થયું છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્રને પણ જાણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા મોડી રાત સુધી કોઇ મદદ ન મળતા લોકો ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર આવી ગયા હતા. અને હાઇવે ઉપર રાત પસાર કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






