કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત : પાંચ લોકોના કરુણ મોત

0
45

ખેડા,તા.૧૭
ખેડામાંના મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. ગામમાં હાલ ગમગીનીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મૂજબ મહુધા-કઠલાલ રોડ પર પૂર ઝડપે આવી રહેલો રાજસ્થાનનો ટ્રક રિક્ષા સાથે અથડાતા પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. રિક્ષામાં સવાર તમામ લોકોના મોત થયા છે. એક સાથે પાંચ લોકોના મોતથી મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.
આ અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાના કચરઘાણ થઇ ગયા હતા. અકસ્માતના આ દ્રશ્યો કમકમાટી ભર્યા છે.
તમામ મૃતકો મુવાડા વિસ્તારના મુસ્લિમ સમાજના હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY