ગત છ માસમાં દરરોજ સરેરાશ સાત ખેડૂતોએ આપઘાત કર્યો

0
124

મુંબઈ,તા.૧૨
મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડામાં કોઈ ઘટાડો થયો નથી. એક સત્તાવાર આંકડા મુજબ, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧,૩૦૭ ખેડૂતોએ આપઘાત કર્યો છે. આનો અર્થ એ થયો કે ગત છ માસમાં દરરોજ સરેરાશ સાત ખેડૂતોએ આપઘાત કર્યો છે. ગત વર્ષે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની કર્જમાફીની ઘોષણા કરી હતી. મહત્વપૂર્ણ છે કે, ગત વર્ષ જાન્યુઆરીથી જૂનની વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના ૧,૩૯૮ મામલા સામે આવ્યા હતા. તેવામાં આ આંકડો આ વર્ષે ૯૧ જેટલો જરૂરથી ઓછો થયો છે પરંતુ મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો ઘણાં સ્થાનોએ આ વર્ષે ખેડૂતોના આપઘાતના આંકડામાં વધારો થયો છે. મરાઠવાડામાં ૪૭૭, વિદર્ભમાં ૫૯૮ ખેડૂતોની આત્મહત્યાની ઘટના સામે આવી છે.
જ્યાં સુધી ખેડૂતોની કર્જમાફીની વાત છે તો ૭૭.૩ લાખ એકાઉન્ટમાંથી અત્યાર સુધીમાં ૩૮ લાખ ખેડૂતોને ચુકવણી કરવામાં આવી છે. ચુકવણીની પ્રક્રિયાની ઝડપ ધીમી છે અને તેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્વપૂર્ણ છેકે પાકની કિંમતોની પણ એક ગંભીર સમસ્યા છે જાકે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ૧૪ ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. તેમ છતાં ખેડૂતોનું માનવું છે કે સરકારી ખરીદીની હાલની સ્થિતિને જાતા પાકની કિંમતોની ચુકવણીમાં રાહ જોવી પડે તેવી શક્યતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY