ન્યુ દિલ્હી,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતો સાથે વાતચીત કરી હતી, જેમાં મોદીએ ખેડૂતોને તેમની આવક બમણી કરવાનો ગુરુમંત્ર આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ માટે સરકાર બજેટમાં નિશ્ચિત રકમની ફાળવણી કરે છે.
૨૦૧૪થી ૨૦૧૯ માટે અમે આ ફાળવણીની રકમ બમણી કરી દીધી છે, જે કૃષિ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.” મોદીએ એમ પણ કહ્યુ કે બીજથી લઇને બજાર સુધી ખેડૂતોને મદદરૂપ થવા સરકાર પ્રતિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આપણા ખેડૂત ભાઈઓએ છેલ્લાં ૭૦ વર્ષના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લા ૪૮ મહિનામાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. ખાદ્યાન્ન ઉત્પાદન ૨૮૦ મિલિયન ટન થયું છે. કઠોળના ઉત્પાદનમાં પણ ૧૦.૫ ટકાનો વધારો થયો છે. ‘બ્લૂ રિવોલ્યુશન’ હેઠળ મત્સ્ય ઉછેરમાં ૨૬ ટકાનો વધારો થયો છે, જ્યારે પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં ૨૪ ટકાનો વધારો થયો છે.
તેમણે જણાવ્યું કે અમારો પ્રયાસ છે કે ખેડૂતોને ખેતીની સંપૂર્ણ પ્રક્રિયામાં દરેક પ્રકારની મદદ મળે એટલે કે પાકના તૈયાર થવાથી માંડી બજારમાં તેના વેચાણ સુધી, બીજથી લઇને બજાર સુધી સરકાર કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે નિર્ણય થઇ રહ્યા છે, યોજનાઓ બનાવવામાં આવી રહી છે.
ખેડૂતોને સારી ગુણવત્તાનાં બિયારણ મળે અને તે માટેની રકમ માટે તેઓ મુંઝાય નહીં એ માટે ખેડૂત લોનની રકમ વધારવામાં આવી છે. યુરિયા અને અન્ય ખાતર આજે સરળતાથી મળી રહ્યુ છે, કાળાં બજાર નથી થઇ રહ્યાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ ૧૦૦ યોજનાઓ પૂરી થઈ છે. દરેક ખેતરને પાણી મળે એ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે.
પીએમ મોદીએ કÌš કે આજે દેશમાં માત્ર અનાજ જ નહિ બલ્કે ફળો શાકભાજી અને દૂધનું રેકોર્ડ ઉત્પાદન થઈ રÌš છે. પીએમ મોદીએ કÌš કે મુખ્ય રૂપે ચાર બિંદુઓ પર જાર આપવામાં આવી રહ્યુ છે. પહેલુ, કાચા માલની પડતર કિંમત ઓછામાં ઓછી હોય, બીજુ, ઉપજનું યોગ્ય મૂલ્ય મળે, ત્રીજુ, ઉપજની બરબાદી ન થાય અને ચોથુ, કમાણીના વૈકલ્પિક સ્ત્રોત તૈયાર થાય.
પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ આજે દેશભરમાં ૯૯ સિંચાઈ પરિયોજનાઓ પૂરી કરવામાં આવી રહી છે. દરેક ખેતરને પાણી મળે એવા લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. ખેડૂતોને પાકને લઈને પણ કોઈ પ્રકારનું જાખમ ન થાય તેના માટે પાક વીમા યોજના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







