ખેલમહાકુંભમાં કરોડો ખર્ચાય પરંતુ હજારો શાળામાં રમવાના મેદાન જ નથી!!

0
221

અમદાવાદ,તા.૨૧
એકતરફ સરકાર કરોડો ખર્ચીને ‘રમશે ગુજરાત’નું આયોજન કરે છે અને બીજી તરફ રાજ્યમાં હજારો શાળામાં રમતના મેદાન જ નથી. રાજ્યમાં ૧૪૫૬૨ શાળાઓમાં એક જ વર્ગમાં એકથી વધારે વર્ગના બાળકો ભણે છે.
કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ‘ગુજરાતમાં છેલ્લા પંદરેક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેટ શાળાઓને તોડીને ખાનગી શાળાઓને આડેધડ રીતે મંજૂરીઓ આપવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં રમતગતનું મેદાન હશે તે માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવશે. પરંતુ પણ એવી તો કેટલીય શાળાઓ છે જેમાં આ સુવિધાઓ તો શું સરખા વર્ગો પણ નથી. તે છતાંપણ પાયાની સુવિધા ન હોય તો પણ શાળાઓ મન ફાવે તે ફી ઉઘરાવી રહી છે. એક જ જગ્યાએ ચાર ચાર શાળાઓને મંજૂરીઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત ૬૩૧૧ શાળા તો એવી છે જેમાં કમ્પાઉન્ડ વોલ પણ નથી. ખાસ કરીને દાહોદ, બનાસકાંઠા,પંચમહાલ જેવા આદિવાસી,પછાત જિલ્લાઓમાં માધ્યમિક શાળાઓ મેદાન જ નથી.
કોંગ્રેસે સરકાર પર એવો પણ આક્ષેપ કર્યો છે કે શાળાની મંજૂરી જાઇતી હોય તો લાખો રૂપિયા સેરવી દો એટલે તમને શાળા ખોલવાની મંજૂરી મળી જશે. તેમણે કહ્યું કે શાળાઓની મંજૂરીઓમાં લાખો રૂપિયાની લેતીદેતી થાય છે. શાળાઓની મંજૂરીનો ભાવ ૧૦ લાખથી માંડીને ૫૦ લાખ રૂપિયા સુધીનો બોલાય છે. કોંગ્રેસે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY