લોકસભાચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-૩ EVM નો ઉપયોગ કરાશે

0
193

ગાંધીનગર,તા.૨૧
રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-૩ EVM નો ઉપયોગ કરાશે. આ નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇને રુપિયા ૫૬૨૬ કરોડના ખર્ચે નવા ૪૦ લાખ VVPAT યુનિટનું ઉત્પાદન કરાશે.૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યની તમામ લોકસભાની ૨૬ બેઠકો ઉપર સંપૂર્ણ સુરક્ષાથી સજ્જ નેક્સ્ટ જનરેશન M-૩ EVM (ઇલેકટ્રોનિક્સ વોટિંગ મશિન) મુકવામાં આવશે. જેનાથી મતદાનને વધુને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે. સમય પ્રમાણે EVMનું આધુનિકરણ કરવામાં આવે છે. અગાઉ વર્ષ-૨૦૦૬ પહેલા EVM એ M-૧ તરીકે, જ્યારે વર્ષ-૨૦૦૬ થી ૨૦૧૦ દરમિયાન તૈયાર થયેલા EVMએ M-૨ તરીકે ઓળખાતા હતા, જ્યારે વર્ષ-૨૦૧૩થી ચૂંટણી પંચે નેક્સ્ટ જનરેશન ઈફસ્ અમલી બનાવ્યા છે. જેને સ્-૩ ઈફસ્ તરીકે ઓળખવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે EVM અને VVPAT નું અમલીકરણ એક અગત્યનું પગલું સાબિત થયું છે. દેશના મતદારોએ ટેકનોલોજીથી સજ્જ નવીન અને ઝડપી મતદાન પદ્ધતિને સફળતાપૂર્વક અપનાવી છે, તેમ મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું.
EVM આધારિત મતદાન પદ્ધતિને વધુને વધુ પારદર્શક બનાવવાના હેતુથી ભારતીય ચૂંટણી પંચે વર્ષ-૨૦૧૩થી વોટર વેરિફાયરેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) અમલી બનાવ્યું છે. ફફઁછ્‌થી મતદાતા સુનિશ્ચિત કરી શકે છે કે તેનો વોટ કયા પક્ષ અને ઉમેદવારને ગયો, જ્યારે તે EVM નું બટન દબાવે છે તો વોટ પડવાની સાથે VVPAT એક કાપલી પ્રિન્ટ કરે છે. તેના પર લખેલું હોય છે કે, વોટ કોને ગયો. કાપલી કાચના એક બોક્સમાં જાવા મળે છે. તેને મતદાતા ૭ સેકન્ડ સુધી જાઇ શકે છે, ત્યાર બાદ કાપલી VVPATના ડ્રોપ બોક્સમાં પડી જાય છે. જૂન ૨૦૧૭થી દેશમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં VVPATનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને રૂ.૫૬૨૬ કરોડના ખર્ચે નવા ૪૦ લાખ BU, CU અને VVPT યુનિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY