કિમ જાંગે ટ્રમ્પને ઉલ્લુ બનાવ્યા..!!?,ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ બંધ નથી કર્યો

0
19

નો.કોરિયાએ ગુપ્ત સ્થળોએ પરમાણુ હથિયારો માટે ઈંધણના ઉત્પાદનમાં વધારો કર્યો : અમેરિકી અધિકારીઓ
પ્યોંગયોંગ/વોશિંગ્ટન,તા.૩૦
અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જાંગ ઉન વચ્ચે થયેલી ઐતિહાસિક બેઠક બાદ નોર્થ કોરિયાએ પરમાણું કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હકીકતમાં આમ થતું નજરે નથી પડી રહ્યુ. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, નોર્થ કોરિયાએ તાજેતરમાં જ અનેક ગુપ્ત સ્થળોએ પરમાણું હથિયારો માટે ઈંધણના ઉત્પાદનના કામમાં વધારો કર્યો છે.
અમેરિકાના અધિકારીઓને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાએ અમેરિકા સાથે થયેલી વાતચીત દરમિયાન આ વાત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના ગુપ્તચર વિભાગે તાજેતરમાં કરેલુ આ આંકલન ટ્રમ્પના એ દાવાની તદ્દન વિરોધી છે જેમાં ટ્રમ્પે કહ્યુ હતું કે, હવે અમેરિકાને નોર્થ કોરિયા તરફથી પરમાણું હુમલાનો કોઈ જ ખતરો નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, નોર્થ કોરિયા પૂર્ણ નિરસ્ત્રીકરણ કરશે જે કામ શરૂ પણ થઈ ચુક્યું છે. પરંતુ મીડિયા અહેવાલમાં એક જુદી જ તસવીર સામે આવી રહી છે.
૫ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં નોર્થ કોરિયાએ પરમાણું હથિયારો માટે યૂરેનિયમનું ઉપ્તાદન વધારી દીધું છે. આ બધું એ વખતે પણ થઈ જ રહ્યુ હતું જ્યારે નોર્થ કોરિયા સંપૂર્ણ નિરસ્ત્રીકરણના મુદ્દે અમેરિકા સાથે વાતચીતની કૂટનૈતિક તૈયારી કરી રહ્યુ હતું. તેવી જ રીતે યોંગબ્યોને ન્યૂક્લિયર ફ્યૂલ પ્રાડક્શન સુવિધાના હવાલેથી નોર્થ કોરિયા પાસે એક કરતા પણ વધારે ગુપ્ત ન્યૂક્લિયર સાઈટ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, એવા પણ સ્પષ્ટ પુરાવાઓ હાથ લાગ્યા છે જેમાં ઉત્તર કોરિયા અમેરિકાને દગો કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જોકે અમેરિકાની ગુપ્રચર સંસ્થા સીઆઈએએ આ મામલે કોઈ જ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેવી જ રીતે સ્ટેટ ડિપાર્ટમેંટે પણ કહ્યુ છે કે, તે આ બાબતની પુષ્ટિ કરતુ નથી. સાથે જ સ્ટેટ ડિપાર્ટમેંટે કહ્યુ છે કે, ગુપ્તચર મામલે ટિપ્પણી પણ ના કરી શકે. તેવી જ રીતે વ્હાઈટ હાઉસે આ સંબંધે પુછાયેલા પ્રશ્નોનો હજી સુધી જવાબ આપ્યો નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY