કેરળના વેસ્ટ મલબાર વિસ્તારમાં હાઇ એલર્ટ, એક બાળકનું મોત

0
9

કોચી,તા.૧૯
કેરળના વેસ્ટ મલબાર વસ્તારમાં સ્થાનિક વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કર્યો હોવાની જાણકારી મળી હતી. વેસ્ટ નાઇલ વાઇરસના પગલે સાત વર્ષના એક બાળક મુહમ્મદ શાનનું મરણ થતાં વહીવટી તંત્રે એલર્ટની જાહેરાત કરી હતી.
વેસ્ટ નાઇલ વાઇરસ પશુપંખીથી માંડીને માણસ સુ્‌દ્ધાંમાં ફેલાઇ શકે છે. વેસ્ટ નાઇલ વાયરસ નામની બીમારી કિયુંલેક્સ નામનો મચ્છર કરડવાથી થાય છે. આ ચેપ લાગવાથી શરદીષ ઊધરસ, ભારે તાવ અને શરીર તૂટવા જેવી અસર થાય છે. સમયસર સારવાર ન મળે તો બીમાર વ્યકિતનું મરણ પણ થઇ શકે છે. આ વાયરસ માણસના મગજ પર પ્રતિકૂળ અસર પણ કરે છે.
અગાઉ વેસ્ટ નાઇલ વાઇરસથી થતી બીમારીના કેસ ઉત્તર અમેરિકામાં નોંધાયા હતા. ભારતમાં આ વાયરસનો પહેલો કિસ્સો કેરળમાં નોંધાયો હતો. આ વાઇરસ દ્વારા કેરળમાં મરણનો પહેલો કિસ્સો બન્યો હતો.
સાતેક મહિના પહેલાં કોઝિકોડે જિલ્લાની એક મહિલાને હાÂસ્પટલમાં સારવાર માટે લાવ્યા ત્યારે વેસ્ટ નાઇલ વાયરસ હોવાની શંકા જાગી હતી. જા કે તબીબી તપાસ થઇ ત્યારે આ વાયરસનો કેસ નીકળ્યો નહોતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY