કોલંબો,તા.૧૨
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ કહ્યું કે જ્યાં સુધી દેશમાંથી આતંકવાદનો ખાતમો નહીં કરી લઉં ત્યાં સુધી હું ભાગીશ નહીં, ડરીશ નહીં કે રાજીનામું પણ નહીં દઉં. ૨૧ એપ્રિલે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા જેમાં ૨૫૮ લોકોના મોત થયા હતા. આ વચ્ચે સરકારે લોકોને ગેરકાયદે હથિયારો જમા કરાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. શનિવારે સરકારે આદેશ આપ્યો હતો કે મસ્જિદોમાં આપવામાં આવતા ઉપદેશોની કોપી તેઓને દેખાડવી પડશે.
અમ્પારા જિલ્લામાં એક કાર્યક્રમમાં સિરિસેનાએ કહ્યું કે તેને વિસ્ફોટોને લઈને અધિકારીઓની બેદરકારીનો એક અંતરિમ રિપોર્ટ મળ્યો હતો. જે બાદ પોલસ પ્રમુખને સસ્પેન્ડ અને રક્ષા મંત્રાલયના સચિવની બદલ કરવામાં આવી.
વિસ્ફોટ પછી વિપક્ષે સિરિસેનાનું રાજીનામું માગ્યું હતું. જે મુદ્દે સિરિસેનાએ કહ્યું કે, “લગભગ દરેક યુરોપિય દેશોમાં IS હુમલો કરી ચુક્વ્યુ છે પરંતુ ત્યાંના લોકોએ પોતાના નેતાઓના રાજીનામાંની માગ નથી કરી.” સિરિસેનાએ એમ પણ કહ્યું કે સિકિયોરિટી ફોર્સે જેહાદીઓની દરેક ધમકીને કચડી નાખી છે. લોકો પોતાપોતાનું કામ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



