પિતાએ સુહાગરાતે પત્ની સમજી દીકરી પર દુષ્કર્મ આચર્યુ….!!??

0
14

કોપેનહેગન,તા.૧૩
ડેન્માર્કમાં એક પિતાએ એવી હરકત કરી કે બાપ-દીકરીના સંબંધને લાંછન લગાવી દીધી છે. ૫૦ વર્ષના વ્યકિતએ પોતાના લગ્નની રાત્રે દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. પિતાનો દાવો છે કે તેને લાગ્યું કે તે પોતાની પત્ની સાથે સેક્સ કરી રહ્યો છે. ઘટનામાં દોષિત સાબિત થયેલ વ્યકિતને અઢી વર્ષની સજા સંભળાવામાં આવી છે.
આ ઘટના ઓગસ્ટ ૨૦૧૮માં ડેનમાર્કના કોÂલ્ડંગમાં થઈ હતી. આરોપીએ પોતાના લગ્નનું રિસેપ્શન આપ્યું હતું. આ દરમિયાન પ્રથમ લગ્નથી થયેલી પુત્રી (૨૦ વર્ષ) પણ સામેલ હતી. પિતા-પુત્રી ઘણા વર્ષોથી એક-બીજાના સંપર્કમાં ન હતા. બંને ૨૦૧૭ના રોજ ક્રિસમસ પર મળ્યા હતા અને પિતાએ પુત્રીને પોતાના લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
ધ સનના રિપોર્ટ પ્રમાણે કોર્ટમાં બતાવ્યું છે કે પુત્રીએ ઘણો દારુ પીધો હતો અને એટલા બધા નશામાં હતી કે તે પોતાના રુમ સુધી પણ પહોંચી શકી ન હતી. તેણે બ્રાઇડલ સૂટ પહેર્યો હતો. તેના પિતા અને કેટલાક અન્ય મહેમાને તેને બેડ ઉપર પહોંચાડી હતી. આ પથી પિતા પોતાની પુત્રી અને નવી પત્ની સાથે ઉંઘી ગયા હતા. તેના પિતાનો દાવો છે કે મને કશું જ યાદ નથી કે તે રાતે શું બન્યું હતું. તેણે પોતાની પુત્રી સાથેના આરોપને ફગાવી દીધા હતા.
કોર્ટમાં થયેલી દલીલ પ્રમાણે તેણે સવારે ૪ અને ૪.૪૫ વચ્ચે પોતાની પુત્રી સાથે રેપ કર્યો હતો. જ્યારે પુત્રીએ તેનો વિરોધ કર્યો તો તેણે પુત્રી સાથે મારપીટ કરી હતી. પુત્રી એટલા નશામાં હતી કે તે વિરોધ પણ કરી શકી ન હતી. જાકે ઘટના ના કેટલાક દિવસો પછી પિતાએ પુત્રીને મેસેજ મોકલીને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને લાગ્યું કે હું પોતાની પત્ની સાથે સેક્સ કરી રહ્યો છું. આ ઘટના પછી પુત્રીએ પિતા સાથે સંપર્ક ખતમ કરી દીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY