ગાંધીનગર,તા.૧૧
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ દ્વારા થઈ રહેલા કોળી સમાજ અંગેના અપપ્રચારને ખાળવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આજની કોળી સમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, કુંવરજીભાઇ બાવળીયાના ભાજપમાં જવાથી સમગ્ર કોળી સમાજ ભાજપ સાથે જાડાઈ ગયો છે તેવું નથી. કોળી સમાજ આજે પણ કોંગ્રેસ સાથે જ છે અને રહેવાનો છે. તેથી ભાજપ દ્વારા થઈ રહેલા અપપ્રચાર પરથી સમાજે ચેતવું પડશે.
કોળી સમાજની આજની આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ તથા સોમા ગાડા કોળી પટેલ લીમડી,બાબુ વાંજા માંગરોળ,ઋÂત્વક મકવાણા ચોટીલા,વિમલ ચુડાસમા ગીર સોમનાથ,રાજુ ભાઈ ગોહિલ ધંધુકા સહિત ૩૦ આગેવાનો હાજર રહ્યા હતા.
કોળી સમાજના આગેવાનોની બેઠક અંગે મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, કોળી સમાજ અમારી સાથે પણ છે અને આખો સમાજ મને પણ ઓળખે છે અને મારા સામેવાળાને પણ ઓળખે છે, આ બેઠકમાં મારા સમર્થકો પણ હાજર હતા.
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગઈકાલે કુંવરજીભાઈ બાવળિયા છ મહિના માટે જ મંત્રી હોવાના કરેલા નિવેદનનો જવાબ આપતા કુંવરજી ભાઈ એ કહ્યુ હતું કે, મારી એક ફૂકથી અમરેલીમાં પરેશ ધાનાણી ને જીતવું પણ મુશ્કેલ થઈ પડશે કેમકે અમરેલીની જનતા મને અને પરેશ ધાનાણીને સારી રીતે ઓળખે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



