સરદાર પટેલનો એકતાનો સંદેશો ગુંજતો કરવા ગામેગામ એકતા યાત્રાનું પરિભ્રમણ

0
11

સરદાર પટેલને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ અોફ યુનિટી’થી ઊંચેરૂ સન્માન
સુરત, તા.૨૨સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ ગુંજતો કરવા રાજ્યભરમાં પ્રારંભ થયેલી પ્રથમ તબક્કાની એકતા યાત્રા અંતર્ગત માંડવી તાલુકાની એકતા યાત્રાને સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ આજરોજ માંડવી નગરના સરદાર ચોકથી ફ્‌લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. માંડવીના નગરજનોએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિકૃતિની આરતી અને પૂજન કરી એકતા રથને પ્રયાણ કરાવ્યું હતું. એકતા રથે દિવસભર અમલસાડી, ગોડસંબા, પુના, ગામતળાવ બુંજ, ગોદાવાડી, ઉન, કોસાડી, ઉમરસાડી તેમજ કમલાપોર ગામમાં પરિભ્રમણ કરી ગ્રામજનોને સરદાર પટેલના એકતાના સંદેશ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિષે માિ હતગાર કર્યા હતા.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબના દેશ પ્રત્યેના યોગદાનને પૂરી દુનિયા જાણે સમજે તથા આજની નવી પેઢી તેમના જીવનમાંથી પ્રેરણા લઇ આદર્શ વ્યક્તિ બને તે માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ થયું છે. જેને આગામી તા.૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી લોકાર્પણ કરશે. ગુજરાતના ગૌરવ એવા સરદાર સાહેબના જીવન સંદેશને ઘર-ઘર સુધી પહોચાડવા અને એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજતો કરવા એકતા યાત્રાને માંડવીથી પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય મળ્યું એ બદલ તેમણે ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ ગુજરાત અને દેશ માટે એક વિરલ અને ઐતિહાસિક ઘટના બનશે. દેશને એક તાંતણે બાંધનાર સરદારને આટલું ઊંચેરૂ સન્માન બીજું કોઈ ન હોઈ શકે એમ શ્રી વસાવાએ ગૌરવસહ જણાવ્યું હતું. સાંસદશ્રી વસાવા સહિત મહાનુભાવોએ સરદાર ચોક સ્થિત સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. એકતા રથના આગમન સાથે જ ગ્રામજનોએ ફૂલહાર અને કુમકુમ તિલક કરી એકતા યાત્રાને ઉમળકાભેર વધાવી હતી. ઉપરાંત ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વિડીઓ ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી એસ.આર.ડામોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.એસ.પ્રજાપતિ, માંડવી પ્રાંત અધિકારીશ્રી એ.કે.બારિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY