ભુજ કચ્છ: પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ઔસુરાની સુચના અને માર્ગદર્શન તળે પોલીસ સબ ઇન્સપેકટર એચ.એસ.તીવારીની આગેવાની હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ તાલુકાના નાડાપ ગામની આથમણી બાજુએ તળાવની પાસે આવેલ બાવડની ઝાડીમાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી રહયા છે. જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા (૧)વાલા સવા ડાંગર, ઉ.વ.૨૫, રહે.નાડાપા, તા.ભુજ (ર)હુશેન ઇસ્માઇલ મણકા, ઉ.વ.૪૬, રહે. હબાય, તા.ભુજ, (૩)રણછોડ ભચા માતા, ઉ.વ.૪ર, રહે.નાડાપ, તા.ભુજ (૪)ભીમા કરશન ચાડ, ઉ.વ.૪૦, રહે.નાડાપા, તા.ભુજ (પ)કમા વેલા ચાડ, ઉ.વ.પર, રહે.નાડાપા, તા.ભુજ વાળાઓને રોકડા રૂા.૧૭,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪, કિં.રૂા.૨,૦૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨, કિં.રૂા. ૦૦/- એમ કુલ્લે રૂપિયા ૧૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ પધ્ધર પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







