ભુજ કચ્છ: માનકુવા પોલીસ સ્ટેશનના ગુન્હામાં રૂપીયા ૧ કરોડ ૨૭ લાખની રકમની ઠગાઇના મુખ્ય સુત્ર ધાર આરોપી હિતેશ વેલજીભાઇ પરમાર ઉ.વ.૩૯ રહે- રઘુરાજનગર ભોલેનાથ પેટ્રોલપંપની સામે મીરઝાપર ગામ તા. ભુજ જીલ્લો – કચ્છ (પશ્ચીમ) મુળ ગામ – હટડી તા.મુંદરા જીલ્લો – કચ્છ (પશ્ચીમ) નાની ધરપકડ કરતી માનકુવા પોલીસ.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક કચ્છ પશ્ચિમ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજ નાઓની રાહબરી હેઠળ ઉપરોકત ગુન્હાના આરોપીઓની અટકાયત બાબતેની મળેલ સુચનાઓથી આજરોજ અમો વી.એસ.ચંપાવત પોલીસ ઇન્સ્પેકટર માનકુવા તથા સહ સ્ટાફ નાઓની સાથે મળેલી બાતમી હકીકતની વોચમાં હતા અને સદરહું ગુન્હાના મુખ્ય સુત્ર ધાર આરોપી હિતેશ વેલજીભાઇ પરમાર ઉ.વ.૩૯ રહે- રઘુરાજનગર ભોલેનાથ પેટ્રોલપંપની સામે મીરઝાપર ગામ તા. ભુજ જીલ્લો – કચ્છ મુળ ગામ – હટડી તા.મુંદરા જીલ્લો – કચ્છ નાનો આ ગુન્હામાં એન કેન પ્રકારે પોતાની ધરપકડ ટાળવા માટે આજદીન સુધી પોલીસ સમક્ષ હાજર નહી થઇ ભાગતો ફરતો હતો જે આરોપીને માનકુવા પો.સ્ટે. ના અમો વી.એસ.ચંપાવત પોલીસ ઇન્સ્પેકટર તથા સહ સ્ટાફ નાઓની ટીમ સાથે તેને પકડી પાડેલ અને તેની આ ગુન્હામાં આજરોજ તા-૧૨/૦૧/૨૦૧૯ ના કઃ-૧૯/૦૦ વાગ્યે વીધીવત ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી કરી વધુ તપાસ અમો વી.એસ.ચંપાવત પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છીએ.
આ ગુન્હાની વિગત એવી છે કે; તા-૦૧/૧૦/૧૮ના રોજ અત્રેના પો.સ્ટે.માં દાખલ થયેલ સદરહુ ગુન્હો જેમાં ફરીયાદી ગોપાલભાઇ ગાગજીભાઇ વરસાણી રહે-સુખપર ગામ તા-ભુજ કચ્છ નાઓ સાથે મુખ્ય સુત્ર ધાર સદરહું આરોપીએ તેઓના ટી.વી.રીંપેરીંગના ધંધાને અનુરૂપ તેઓને મળી મોટા સરકારી કામના ટેન્ડરો પાસ કરાવી આપવાની બાબતેનું તેના સહ આરોપીઓ સાથે મળી રચેલ કાવતરૂ પાર પાડવા માટે તે કાવતરાના ભાગ રૂપે ફરીયાદી/સાહેદો પાસેથી માહે મે-૨૦૧૭ થી માહે ઓગસ્ટ-૨૦૧૭ ના ત્રણ માસના સમયગાળા દરમ્યાન ફરીયાદી/સાહેદોની રોકડ રકમ રૂપીયા ૧ કરોડ ૨૭ લાખ જેવી માતબર રકમ જુદા-જુદા સમયે/સ્થળે થી મેળવી અને તેઓ સાથે આ તેના ઠગ ઇરાદાથી તેઓને જે ધંધાકિય ટેન્ડરો અપાવવાની લોભામણી વાતો કરેલ અને તેઓને કાવતરાની જાળમાં ફસાવેલ અને તે પૈકીના કોઇ ટેન્ડરો ફરીયાદી/સાહેદોને નહી અપાવી ફક્ત પોતાના મળતીયા એવા બીજા સહ આરોપી (૧) નરેન્દ્ર વેલજી પરમાર (બબુ) રહે-રઘુરાજનગર મીરઝારપર ભુજ (૨) માઉભા નરપતસિંહ વાઘેરા રહે-અંજાર કચ્છ (૩) ગોપાલસિંહ માઉભા વાઘેલા રહે-ખેડોઇ ગામ તા-અંજાર નાઓના મેળાપી પણાથી અગાઉથી રચેલ ગુન્હાહીત કાવતારામાં આ મુખ્ય સુત્રધારે પોતે ફરીયાદીના જણાવ્યા પ્રમાણે પોતે સદર કાવતરૂ પાર પાડવા ફરીયાદી સાથે બાલાજી નામના બી.એસ.એફ.ના એન્જીંનીયર તથા કદમ નામના સીનીયર બી.એસ.એફ.ઓફીસર તથા સતીસ નામના ક્લાર્ક બી.એસ.એફ. તથા સચીવ સાહેબ (દિલ્લી) એ રીતેના અધિકૃત અધિકારી/કર્મચારી હોવાના ટેલીફોનીક વાતો કરી આ કાવતરાના ભાગ રૂપે ઠગાઇ કરી મેળવેલ રકમો પોતે નહી આપવાના બદ ઇરાદાથી સહ આરોપીઓ મારફતે દીલાસા અને બોગસ ચેકો અપાવી તે પૈકીની ઠગ ઇરાદાથી મેળવેલ કોઇ રકમો ફરીયાદી તથા સાહેદોને પરત નહી આપી પોતાનુ પુર્વયોજીત કાવતરૂ પાર પાડેલ.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





