૪૨૦ લીટર ચોરાઉ ડિઝલ તથા ચોરી કામે ઉપયોગમાં લીધેલ અલ્ટો કાર સાથે એક આરોપીને પકડી બે ડીઝલ ચોરીના ભેદ ઉકેલ્યો
ભુજ કચ્છ :પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા,પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં ચોરીના બનતા જતા ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા શેખપીર ત્રણ રસ્તા પાસે આવતા અત્યંત વિશ્વાશુ બાતમીદાર દ્રાવારા બાતમી હકીકત મળેલ કે, પધ્ધર વાડી વિસ્તારમાં રહેતો અભુભખર રમજાન સમા ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ થી ભારેલા કેરબા લઇ લાલ કલરની અલ્ટો કાર જેના રજીસ્ટ્રેશન નં.GJ-12-A-9579 વાળી કાર લઇ ભુજ બાજુ આવે છે.જે મળેલ બાતમી હકીકત અન્વયે તુરંત જ વર્ક આઉટ કરી લાખોંદ પાટીયા પાસે સદર કારની વોચમાં રહી કારને રોકાવી તપાસ કરતા કારમાંથી ૩૫-૩૫ લીટરની ક્ષમતા વાળા ડીઝલ ભરેલા ૧ર (બાર) કેરબા મળી આવેલ મજકુર ઇસમ પાસે મળેલ મુદામાલ ડીઝલના કેરબા નંગ-૧ર ના બીલો કે આધાર પુરાવા હોય તો આપવાનુ જણાવતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમોની યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા સદરહુ ડીઝલ આશરે પંદર દિવસ પહેલા પોતે તથા તેના સાથીદાર (૧) રશીદ ઉર્ફે વલો દેશર સમા, રહે.નાના દિનારા, તા.ભુજ તથા (ર) અલ્લારખા ઇસાક સમા રહે.મોટા દિનારા, તા.ભુજ એમ ત્રણેય જણાએ ભેગા મળી એક ટ્રકમાં લાખોંદ પાટીયા પાસે પાર્ક કરેલ હતી તેમાંથી છ (૬) કેરબા ડીઝલની ચોરી કરી હતી તથા મમુઆરા પાટીયા પાસે આવેલ કલાપી હોટલ પાસે પાર્ક કરેલ ત્રણ ડમ્પરમાંથી છ (૬) કેરબા ડીઝલની ચોરી કરેલાનુ કબુલાત કરતા હોય જે અન્વયે આરોપી અભુભખર ઉર્ફે ભખર રમજાન સમા, રહે.નાના દિનારા, તા.ભુજ, હાલ રહે.પધ્ધર વાડી વિસ્તાર,તા.ભુજ વાળાને ચોરાઉ ડીઝલ લી.૪૨૦, કિ.રૂા.૨૮,૧૪૦/- તથા અલ્ટો કાર કિ.રૂા.૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી આગળની કાર્યવાહી માટે આરોપી તથા કબ્જે કરેલ મુદામાલ પધ્ધર પોલીસ સ્ટેરશનને સોપી આપવા તજવિજ કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા , રિપોર્ટર કચ્છ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





