કચ્છ,તા.૨૫
સામાન્ય રીતે ગેસના બોટલમાં કે કોઇ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં હોવાની ઘટનાઓ બનતી હોય છે. જાકે, કચ્છમાં પંક્ચરની દુકાનમાં રાખેલા બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ હતી. બ્લાસ્ટના પગલે દુકાનની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીધામમાં રાજીવ ફાટક પાસે ન્યુ ટેગિયા ટાયર સર્વિસ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં આજે સોમવારે સવારે ટાયરમાં હવા ભરવાનું કમ્પ્રેસર ચાલું હતું. આ સમયે હવાનું દબાણ વધી જતાં કમ્પ્રેસરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને કમ્પ્રેસના ટૂકડા દુકાનમાં રહેલા વ્યક્તિને વાગ્યા હતા.
જેના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાકે, તેનું મોત થયું હતું. કમ્પ્રેસર ફૂટવાના કારણે દુકાનની અંદર રહેલા માલ સામાનને પણ ભારે નુકસાન થયું હતું. ફ્લાસ્ટની સાથે જ લોકોના ટોળા એકઠાં થયા હતા. સાથે સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




