કચ્છ,તા.૧૯
પાકિસ્તાનની ચાલબાજી આ વખતે ગુજરાતની સરહદ સાથે જાડાયેલા વિસ્તારોમાં જાવા મળી રહી છે. બીએસએફ દ્વારા ગૃહ મંત્રાલયને પોતાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન નવા નવા કન્સ્ટ્રક્શન્સ કરી રહ્યુ છે. પાકિસ્તાન ક્રીક વિસ્તારમાં ૨૦ થી વધારે પાકિસ્તાન મરીન પોસ્ટ બનાવી રહ્યુ છે.
આ પહેલા ગુપ્તચર એજન્સીઓએ પણ જાણકારી આપી હતી કે પાકિસ્તાન જિવાનીથી લઈને સરક્રીક સુધીના વિસ્તારમાં પોતાની નેવીની ૮ નવી ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહ્યુ છે, જેથી તે દૂર સુધી ભારતીય નેવી અને કોસ્ટગાર્ડની ગતિવિધિઓ પર નજર રાખી શકે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આના દ્વારા ભારતીય નેવીના મોટી શીપ અને કોસ્ટગાર્ડ પર નજર રાખશે. સરક્રીક સુરક્ષાની દ્રષ્ટીએ ખૂબ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન આ પ્રકારનું નિર્માણ કાર્ય કરી રહ્યુ છે. બીએસએફે આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપ્યો છે જેમાં પાકિસ્તાની મરીનના ૨૦ નવા સ્ટ્રક્ચરની જાણકારી આપવામાં આવી છે.
સુરક્ષા સાથે જાડાયેલા અધિકારી અનુસાર, પાકિસ્તાની નેવીએ પોતાની બદલેલી રણનીતિ અંતર્ગત સરક્રીકમાં પોતાની તાકાત વધારી છે, જ્યાં છેલ્લા કેટલાક મહીનામાં ઘણા એડવાન્સ્ડ લેંડિંગ હેલિકોપ્ટર બેઝ બનાવવામાં આવ્યા છે. તો પાકિસ્તાની નેવીએ હવે નવી ઓબ્ઝર્વેશન પોસ્ટ પણ બનાવી લીધી છે. આ ઘટનાક્રમોથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સરક્રીકના આ આખા વિસ્તાર મામલે કેટલી ગંભીરતા રાખી રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




