ભીમરાવ ગ્રુપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે મહાશોભાયાત્રા

0
14

ભીમરાવનગર ખાતે યાત્રાને પ્રસ્થાન કરાવાયું: બેન્ડવાજાની સૂરાવલીએ જય ભીમ નમો બુદ્ધાયના નાથ સાથે શોભાયાત્રા શહેરમાં ફરી: પ્રતિમાને હારારોપણ: શિક્ષણને લગતુ કાર્યક્રમ ટૂંક જ સમયમાં કરાશે: પ્રમુખ મનોજભાઇ મારવાડા

બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.ભીમરાવ રામજી આંબેડકરની ૧૨૮મી જન્મજ્યતિએ સમગ્ર ભારતની સાથે કચ્છ જિલ્લામાં પણ ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે આ ખુશાલીના પ્રસંગને વધાવી લેવા માટે ભીમરાવ ગ્રુપ દ્વારા મહાશોભાયાત્રાનું ૧૪મી એપ્રિલે સવારે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં બહુજનો જોડાયા હતા.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભીમરાવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪મી એપ્રીલના મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આઠ કલાકે ભીમરાવ ગ્રુપના પ્રમુખ મનોજભાઈ મારવડાના અધ્યક્ષસ્થાને સમાજના આગેવાનો ,ઉપસ્થિત મહેમાનો દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મહાશોભાયાત્રા ભીમરાવનગર ખાતેથી શરૂ થઈને શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી વળી હતી.જય ભીમ ,નમો બુદ્ધાય,બહુજન હમ એક હૈના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઓરકેસ્ટ્રા પ્રાર્ટી અને બહુજન સમાજના કલાકારો દ્વારા બાબા સાહેબના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.જેના તાલે શોભાયાત્રાના યુવા વર્ગથી લઈને વડીલો ઝુમી ઉઠ્યા હતા, જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ મહાશોભાયાત્રામાં ઓરેકસ્ટ્રામાં આવેલા કલાકારો મુકેશભાઈ મારૂ ,બી.સી. વાઘેલા, રાજેશ ગરવા,પ્રવીણ મહેશ્વરી, પ્રવીણ ચૌહાણ,મહેશ મારવાડા દ્વારા અહીં પોતાની સેવા આપી હતી.

*આ તકે ઓરેકસ્ટ્રાના કલાકારોએ જણાવ્યું હતું કે ૩૬૫ દિવસ તો અમને કમાવા માટે છે જ પરંતુ બાબા સાહેબને અનુલક્ષીને કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં અમે નિઃશુલ્ક સેવા આપશું અને ૩૬૫ દિવસ સેવા આપશું.તેમની આ સેવાને ભીમરાવ ગ્રુપે બિરદાવી હતી અને આવા કલાકારો સમાજ માટે આદર્શરૂપ અને પ્રેરણા રૂપ છે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું.*

મહાશોભાયાત્રામાં હરીભાઈ શીવજી બુચીયા દ્વારા શરબતનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જ્યારે ભુજના ખાટકી ફળીયામાં રહેતા જગદીશભાઈ બડીયા પરિવાર દ્વારા ઠંડી છાસનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો.હરીભાઈ બુચીયા અને જગદીશભાઈ બડીયાની આ કામગીરીની ભીમરાવ ગ્રુપે સરાહના કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

મહાશોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી અને બાબા સાહેબની પ્રતિમા પાસે પહોંચી હારારોપણ  કરી અને પૂર્ણાહુતિ કરાઈ હતી.ભીમરાવગ્રુપ દ્વારા આયોજીત મહાશોભાયાત્રાને સફળ બનાવવા માટે કચ્છના મેઘવાળ સમાજ તથા કચ્છના વિવિધ બહુજન સમાજના સંગઠનોનો સાથ સહકાર સાપડ્યો હતો.આ તકે પ્રમુખ મનોજભાઈ મારવાડાએ તમામનો આભાર માન્યો હતો અને આગામી દિવસોમાં શિક્ષણને લગતો એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૬૩૫૧૮૭૭૩૬૮

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY