રાપર તાલુકાના ગેડી ગામે રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પૌષ્ટિક વાનગી આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગેડી ગામની ત્રીસ (30) તરુણીઓ એ વાનગી હરીફાઈમાં લાભ લીધો હતો.જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત તમામ ભાગ લેનારને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સાથે સાથે તદુરસ્ત સગર્ભા માતાઓની પણ હરીફાઈ રાખવામાં આવી હતી.જેમાં પ્રથમ ત્રણ વિજેતા સગર્ભા માતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ તંદુરસ્ત બાળ હરીફાઈ પણ યોજવામાં આવી હતી.પ્રથમ ત્રણ વિજેતા તંદુરસ્ત બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા.ગેડી ના ફિમેલ હેલ્થ વર્કર હેતલબેન, સુરેખાબેન તરફથી સગર્ભા માતાઓને રાખવાની કાળજી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ પૌષ્ટિક આહાર વિશેની માહિતી આપવામાં આવી હતી.ગેડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર ખેંગારભાઈ મકવાણા દ્વારા કુપોષણ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું..જેમાં ગેડી ગામના સરપંચ દેવરાજભાઈ વાઘાણી,ગેડી ગામના ગ્રામજનો,ફિમેલ હેલ્થ સુપરવાઈઝર શ્રી રીટાબેન તેમજ ચિરાગભાઈ , અમિતભાઇ ફિમેલ હેલ્થ વર્કર હેતલબેન,સુરેખાબેન અને આશાબહેનો આરોગ્ય વર્કર બહેનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગેડીના સુપરવાઈઝર શ્રી ખેંગારભાઈ મકવાણા હાજર રહ્યા હતા.તેવું નવિનભાઈ મકવાણાએ જણાવ્યું હતું
રાપર ભીમાસર
નવીનભાઈ 9974533847
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





