ભુજ ખાતે આઇ.જી.પી.ના ઈન્પેક્સનમા૧૭ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું

0
138

ભુજ કચ્છ: બોર્ડર રેન્જના આઇજીપી ડી.બી.વાઘેલાનું પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના ઈન્પેક્સન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સવારના આઈજીપી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડના કાર્યક્રમમાં તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.ખુદ બોર્ડર રેન્જના આઇજીપી ડી.બી. વાઘેલાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ તેમની ટીમ દ્વારા વાર્ષિક ઈન્પેક્સન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પોલીસ વડા કચેરી, નાયબ પોલીસ વડા અને એસ.સી., એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી.ની કચેરીનું રેકડ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ બ્રાન્ચનું રેકર્ડ પણ ઇન્ફેક્શન દરમિયાન તપાસવામાં આવ્યા હતા. રેકર્ડના તપાસણી દરમિયાન આઇ.જી.પી.એ જરૂરી સુધારા-વધારા,સૂચનો સાથે નોટીંગ પણ કર્યું હતું. કેટલીક બાબતમાં સલાહ પણ આપી હતી. ખાસ કરીને પેન્ડિંગ તપાસ અને બાકી રહેલા આરોપીને પકડવા બાબતે અને સમન્સ વોરન્ટની બજવણી બાબતે આઈજીપીએ અપેક્ષિત ટકોર કરી હતી.સરેરાશ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના ૧૭ નાના-મોટા અધિકારીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. મોકડીલ,હોર્સ રાઇડિંગ,ડોગ સ્કોડ વગેરે બાબતોનું ઇન્સપેકશન દરમિયાન જાણકારી મેળવી હતી. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા એમ.એસ.ભરાડા,નાયબ પોલીસ વડા જે.એન.વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ બેન્ડના અને કદમ તાલના નાદથી દળના જવાનોએ પરેડ કરીને આઈ.જી.પી.ને ગર્વભેર સલામી આપી હતી. પોલીસ જવાનોએ અશ્વદળ અને શ્વાનદળના વિવિધ હેરતભર્યા કરતબો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૭ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

૧) જે.એન.પંચાલ નાયબ પોલિસ અધિક્ષક ભુજ વિભાગ

૨) બી.આર.ડાંગર પોલિસ ઇન્સપેક્ટર એલ.આઇ.બી

૩) એમ.બી.ઔસુરા ઇન્ચાર્જ પોલિસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી

૪) પી.કે.ગઢવી ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર ગઢશીસા

૫) એન.સી.ચુડાસમા ઇન્ચાર્જ પોલિસ ઇન્સપેક્ટર,SOG

૬) એસ.જે.રાણા પોલિસ સબ ઇન્સપેક્ટર પધ્ધર પોલિસ

૭) એચ.એસ.તિવારી પોલિસ સબ ઇન્સપેક્ટર એલ,સી.બી

૮) વાય.પી.જાડેજા પોલિસ સબ ઇન્સપેક્ટર દયાપર પોલિસ

૯) સંજયપુરી નારાણપુરી ગોસ્વામી એ.એસ.આઇ માંડવી

૧૦) વિરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી

૧૧) સામતભાઇ આણદાભાઇ પટેલ હેડ કોન્સ્ટેબલ એલ.સી.બી

૧૨) મદનસિંહ લાલુભા જાડેજા હેડ કોન્સ્ટેબલ SOG

૧૩) ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ એ ડીવીઝન

૧૪) પરેશ સોમાભાઇ પરમાર હેડ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર વિભાગ

૧૫) ભાવીક મનહરલાલ બારોટ કોન્સ્ટેબલ નખત્રાણા

૧૬) સુમિત્રાબેન ભચુભાઇ સોંલકી વુમન કોન્સ્ટેબલ ટ્રાફીક શાખા

૧૭)મંજુલાબેન દેવજીભાઇ ચૌહાણ પોલિસ કોન્સ્ટેબલ સીટી ટ્રાફીક

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY