શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ

0
30

કચ્છ જીલ્લાના આદિપુર મુકામે ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે રાજસ્થાની નૃત્ય, ડાન્સ, ગરબા, બેટી બચાવો પ્રવચન, નાટક, ભાઈ બહેનનો પ્રેમ, કૃષ્ણ સુદામાની દોસ્તી, અને તલવાર બાજી જેમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજપુત સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ધોરણ 10માં પ્રથમ નંબરે પરમાર કાન્તીભાઈ કરશનભાઇ દ્વિતીય ક્રમે પરમાર આસ્થાબા રાણાજી તૃતીય ચાવડા આશાબા વેલજીભાઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે રાઠોડ મધુબા વેલજી દ્વિતીય ક્રમે પરમાર વર્ષાબા સંજયસિંહ તૃતીય ક્રમે પરમાર પૃથ્વીબા અજીતસિંહ ધોરણ 12 સાયન્સ માં પ્રથમ નંબરે ગોહિલ આશાબા દીનેશજી દ્વિતીય ક્રમે રાજપુત નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ નર્સિંગ કોર્ષમાં પરમાર ખુશાલીબા રાણાજી, રાઠોડ મમતાબા વેલાજી અને ડિપ્લોમાં અભ્યાસ કરતા મકવાણા ક્રિપાલસિંહ રાજુભા, પરમાર મહેશસિંહ દાનાજી રમત ગમતમાં તાલુકા જીલ્લા કક્ષાએ પરમાર વિકાસસિંહ,યાદવ માનસીબા, બારડ વંદનાબા તેમજ રાજપુત સમાજ ના યુવાનો આર્મીમાં ફરજ બજાવતા , આરોગ્ય ખાતા અને વિવિધ સરકારી ખાતામાં ફરજ બજાવતા તમામને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.તો આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીધામ રાજપુત સમાજના પ્રમુખ શ્રી રતનસિંહ ગોહિલ,નરપતસિંહ યાદવ, જયંતીભાઈ પરમાર, ગણેશભાઈ લોડાણી, વેલજીભાઈ રાજપુત,ભુપતભાઇ પઢીયાર,રાપર તાલુકા પંચાયતના પ્રમુખ ડાયાભાઇ વાઘાણી, રાજપુત સમાજના ઉપપ્રમુખ ખીમાભાઈ પરમાર, સામતસિંહ ખોડ,રામજીભાઈ રાજપુત, અભુજી ખોડ ,રામજીભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ પરમાર,વજાજી સોઢા, રવિરાજસિંહ, સુરેશસિંહ ચાવડા, વિશાલસિંહ, કાન્તીભાઈ, બહાદુરસિંહ,લાભુભાઈ, ઉપસ્થિત રહ્યા હતા..આ કાર્યક્રમ ના સંચાલન તરીકે બળદેવસિંહ પરમાર,અને પ્રભુજી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું તેવું નવિનભાઈ મકવાણા (રાધાણી) દ્વારા જણાવવામાં આવ્યું હતું….

નવિનભાઈ મકવાણા (રાધાણી)
મો :-9974533847

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY