નલિયા પોલીસે ઘરફોડ ચોરીના કેસમાં જામનગરમાંથી આરોપીની પકડીને ભેદ ઉકેલ્યો

0
987

ભુજ કચ્છ: નખત્રાણાં વિભાગના ડીવાયએસપી યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં અનડીટેકટ રહેલ ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા સારુ જરૂરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને નલીયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૨૧/૧૮ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો ગઇ તા. ૧૬/૧૨/૧૮ ના રોજ ફરીયાદીના શંકરભાઇ પેરાજભાઇ ભાનુશાલી રહે.ગજરા કળીયુ નાઓને ત્યાં રૂ.૬૨૫૦૦ ની ઘરફોડ ચોરી થયેલ બાબતેની ફરીયાદ થયેલી જે અનુસંધાને ગુનાની તપાસ કરનાર પો.સ.ઇ. એ.એન. પ્રજાપતિએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી.તમામ ટીમો દ્રારા ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવા માટે હયુમન ઇન્ટેલીજનસી તથા ટેકનીકલ સર્પોટ આધારે તમામ પુરાવાઓ એકત્ર કરતા શંકરભાઇ પેરાજભાઇ ભાનુશાલીનો દિકરો વિનોદ શંકરભાઇ ભાનુશાલી ઉપર વ્યાજબી શંકા જતા તેના રહેણાંક મકાન જામનગર જીલ્લામાં જઇ આજરોજ અત્રે પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે પોતાના ઘરે ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ અને ચોરીમાં ગયેલ મુદામાલ પણ રીકવર કરવામાં આવેલ છે.આમ નલીયા પોલીસને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY