અમદાવાદ,તા.૨૫
શહેરમાં છેલ્લાં ચાર વર્ષથી લાખો-કરોડો રૂપિયાનું આંધણ સ્વચ્છતા અભિયાન પાછળ કરાઇ રહ્યું છે. તેમ છતાં મચ્છરજન્ય રોગચાળાએ ઠેર ઠેર ગંદકીના કારણે માથું ઊંચકિયું છે. ડેન્ગ્યુ અને ઝેરી મેલેરિયાથી લોકો ત્રસ્ત છે. આવા સંજાગોમાં શહેરમાં વધુ એક મચ્છરજન્ય રોગચાળો ઝીકા વાઇરસના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ગત વર્ષે શહેરમાં ત્રણ ઝીકા વાઇરસના કેસ નોંધાતાં ખળભળાટ મચ્યો હતો. દેશમાં ઝીકા વાઇરસના કેસના મામલે અમદાવાદ દેશનું સર્વપ્રથમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ઝીકા વાઇરસના કેસ ગત નવેમ્બર-ર૦૧૬થી ફેબ્રુઆરી-ર૦૧૭ દરમ્યાન નોંધાયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત ગત તા.ર૮ મે, ર૦૧૭એ કરતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની હતી. રાજ્ય સરકાર દ્વારા ઝીકા વાઇરસના સત્તાવાર કેસની જાહેરાતમાં લગભગ પાંચ મહિનાનો વિલંબ કરાતાં તેની તબીબી આલમમાં પણ ચર્ચા ઊઠી હતી, જાકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ) દ્વારા અમદાવાદમાં ઝીકા વાઇરસને લગતી ચેતવણી જાહેર કરાઇ હતી. અમદાવાદ બાદ રાજસ્થાનમાં ઝીકા વાઇરસના કેસ નોંધાયા હતા.
પરંતુ હવે શહેરના અમરાઇવાડી, બાપુનગર અને ઇસનપુરમાં ઝીકા વાઇરસના ત્રણ નવા શંકાસ્પદ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. એડિસ ઇજિપ્તી મચ્છરથી ફેલાતા ઝીકા વાઇરસના દર્દીમાં ડેન્ગ્યુ તાવ જેવા લક્ષણ જાવા મળે છે.
રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અમરાઇવાડી વિસ્તારમાં ઝીકા વાઇરસના ત્રણ કેસ સત્તાવાર કેસ નોંધાયા હોવાનું સ્વીકારાયું છે, જેના કારણે સમગ્ર અમરાઇવાડી સહિત બાપુનગર, ઇસનપુર વિસ્તારમાં ઘનિષ્ઠ સર્વે હાથ ધરાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



