કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકારનું નામ જાહેર

0
55

ભુજ: કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું સસ્પેન્સ હવે પૂરું થઈ ગયું છે. અને ઔપચારિકતા જ બાકી રહી છે. ઉમેદવારીના ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ તરફથી પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢાએ જ્યારે ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકારે પોતાની દાવેદારી નોંધાવી છે. આમ તો ચૂંટણી આવતીકાલે ૨૦ તારીખે છે,પણ ભાજપની બહુમતી હોવાથી આજે જ તેમની વરણી પાકી થઈ ગઈ છે. ભાજપ તરફથી ઉમેદવારી સમયે સાંસદ વિનોદ ચાવડા અને સંગઠન તરફથી જિલ્લા મહામંત્રી વી.કે. હુંબલ ઉપરાંત અન્ય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. પ્રમુખ તરીકે નિશ્ચિત થઈ ગયા બાદ મીડીયા સાથે વાત કરતા લક્ષ્મણસિંહ સોઢાએ પારદર્શક અને સ્વચ્છ વહીવટનો કોલ આપ્યો હતો.

ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY