અંકલેશ્વર જીઆઇડીસી માં વારંવાર આગ -અકસ્માત માટે તંત્ર અને ઉદ્યોગો ની સહિયારી જવાબદારી-રહેણાક વિસ્તાર અને શ્રમિકો ના જીવ નું વધતું જોખમ

0
251

22/02/2018

છેલ્લા કેટલાક સમય થી અંકલેશ્વર ના ઉદ્યોગો આગ-અકસ્માત સંદર્ભે અખબાર ની સુરખી બની ગયા છે સનફાર્મા,સર્વાઇવલ,અને હવે શ્યામ કેમિકાલ.અકસ્માત નાનો હોય કે મોટો તેની જવાબદારી તો સ્વીકારવીજ રહી.ગત રોજ શ્યામ કેમિકલ પ્લોટ નંબર ૬૦૦૪ માં કહેવાય છે કે પાઇપ જામ થઈ જતા રીએક્ટર માં ધડાકો થયો ને ત્રણ ઘાયલ કર્મચારીઓ ને દવાખાને મોકલ્યા વાત આ ઘટના થી નથી અટકતી મૂળવાત એમ છે કે અગાઉ આવાજ કારણસર જીપીસીબી એ ક્લોઝર નોટિસ આપી હતી ત્યારબાદ કમ્પની તરફથી સૂચવેલ ત્રુટીઓ ની પુરતતા કરતા એટલે કે રહેલ ખામીઓ કે સૂચવેલ ખામીઓ દુરકરાતા સ્થાનિક લેવલે તેની ચકાસણી બાદ રિપોર્ટ વડી કચેરી ગાંધીનગર મોકલતા શ્યામ કેમિકલ નું ક્લોઝર રીવોક કરાયું ને ગણતરી ના દિવસોમાંજ ફરી અકસ્માત થવો એ કાંઈક ચુચવી જાય છે કે સ્થાનિક લેવલે કાંઈક કાચું કાપ્યું છે અન્ય થા ત્રુટીઓ દુર કરાય અને ક્લોઝર રીવોક થાય ને પાછી ઘટના બને એ વાત ઉદ્યોગઆલમ ને ગળે ઉતરે તેમ નથી.

કહેવાનો અર્થ એ નથી કે તંત્ર એ કાળજી રાખી નથી ! કહેવાનો અર્થ એ છે કે માત્ર ઓફિસ માં બેસી સહ કર્મચારીઓ ના ભરોસે ઉદ્યોગો ની ચકાસણી નો રિપોર્ટ સહી કરવવાની બાબુસહી માંથી જીપીસીબી ના અને ફેકટરી ઇન્સ્પેક્ટરો માટે આ લાલબત્તી સમાન ઘટના છે કે ક્લોઝર રીવોક થાય ને ગણત્રી ના દિવસો માજ ફરી એજ પ્રકાર ની ઘટના બને એ વાત લાપરવાહી ની ચાડી ખાય છે.આ બાબતે સરકાર ના ગાંધીનગર બેઠેલા અધિકારીઓ એ નીડર થઈ અંકલેશ્વર ની આ ઘટના ફરીવાર બની હોવાને કારણે જીપીસીબી ના સક્ષમ અધિકારી અને ડેપ્યુટી ઇન્ડ.કમિશનર ની તાત્કાલિક બદલી કરી ઉદ્યોગો માં દાખલો બેસાડી ને નાગરિકોમાં વિશ્વાસ બેસાડવો રહ્યો.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે છાસવારે ચીફ મિનિસ્ટર કે પ્રાઇમિનિસ્ટર નું રાજીનામુ માંગતો ભરૂચ જિલ્લા નો વિરોધ પક્ષ વિધાનસભા માં આવી બેદરકરી ને પ્રશ્ને અધિકારી ના રાજીનામાં ભલે ન માંગે બદલી માંગી પ્રજામાં દાખલો તો બેસાડે એજ જરૂરી છે અન્યથા આગ અકસ્માત તો થયા કરે ફેકટરીઓ ચાલવવાની છે કામદાર કે નાગરિક નું જે થવા નું હોય તે થાય
સરકારીબાબુઓ ઓછા સ્ટાફ ના બહાને ઓફિસે બેસીજ વિઝીટ કરે ને વારે તહેવારે મીઠાઈ ના બોક્સ ને ગિફ્ટ મેળવતા રહે (યાદ છે ને ૨૦૧૬ ની દિવાળી એ
વડોદરા એસીબી એ ધમકો બોલાવેલો પણ પાછળ થી ઘીના ઠામ માં ઘી ઠરી જ જાય) પ્રજા તો ઈચ્છે છે કે તંત્ર સજાગ બની કામ કરે.બાકી તો દેખો આગે આગવા હોતા હય ક્યા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY