કચ્છના મમુઆરામાં ગેરકાયદેસર ઉત્ખનનથી હજારો ટન ઓવરની ખનિજ ચોરીની જાત નિરીક્ષણ કરી અનુ.જાતિના અગ્રણી ધર્મેન્દ્ર ગોહિલ પર્દાફાશ કર્યો.

0
360

ભુજ તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના મમુઆરા ગામે અનુસૂચિતજાતિના સભ્યોની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને ૫૦ થી ૬૦ હજાર ટન ઓવર ચાઈનાકલેય જથ્થો ગેરકાયદેસર કાઢવામાં આવ્યો હોવાની ઉચ્ચ સ્તરે ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવેલા ખાણખનિજ અને પોલીસ ખાતાએ સ્થાનિકે ધસી જઇને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ થયેલી રજૂઆત-ફરિયાદ બાદ જાત તપાસ માટે મમુઆરા ગામે પહોચેલી ખાણખનિજ અને પોલીસદળની ટુકડીએ બનાવના સ્થળનું નિરીક્ષણ કરીને પંચનામા અને રોજકામ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણખનિજ ખાતાએ આ મામલે ફોજદારી ફરિયાદ નોંધાવવા માટેના ચક્રો પણ ગતિમાન થયા છે. મમુઆરામાં આવેલી અનુસૂચિતજાતિના સભ્યોની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરીને લુખ્ખા તત્ત્વોએ મંજૂરી અને પરવાના વગર ઉત્ખનન કરીને ૫૦ થી ૬૦ હજાર ટન ઓવરની ચાઈનાકલેય ખનિજનો જથ્થો ધરતીના પેટાળમાંથી કાઢયો હોવાની ફરિયાદ જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને કેન્દ્રીય અનુસૂચિતજાતિ આયોગની પેટા સમિતિના સદસ્ય કચ્છના અનુસૂચિતજાતિના અગ્રણી ધર્મેન્દ્ર આર. ગોહિલે કરી હતી.

આ અનુસંધાને સમાહર્તાની સૂચનાથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. આ બનાવના સ્થળે બન્ને તંત્રોની સાથે રહેલા શ્રી ધર્મેન્દ્ર આર.ગોહિલે ખનિજની ચોરી અને ખેતરોમાં નુકસાન સહિતની બાબતો પરત્વે એટ્રોસીટી ધારા સહિતની કલમો તળે ફોજદારી નોંધવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મમુઆરા વિસ્તારમાં જેટલી લીઝ છે તેની તપાસ કરવામાં આવે અને આવા ગેરકાયદેસર માલ કઇ કઇ ફેકટરીમાં જાય છે તેના સહિતની બાબતોની તપાસ થવી જરૂરી છે. તેમણે બેધડક કરાયેલા આ કૃત્યને લઇને જવાબદાર તંત્રોની આ પ્રવૃત્તિને ઓથ હોવાનો પણ આરોપ મૂકયો હતો.આ સમયે મંડળીના પ્રમુખ પૂંજાભાઇ કાગી તથા અન્યો સાથે રહ્યા હતા.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY