પાકિસ્તાનમાં ઇશનિંદાનાં આરોપમાં હિંદુ ડોકટરની ધરપકડ, ભડકી હિંસા

0
10

લાહોર,તા.૨૮
પાકિસ્તાનના દક્ષિણ સિંધ વિસ્તારમાં આવેલા મીરપુરખાસમાં એક હિંદુ ડોક્ટરની ઈશનિંદાના આરોપમાં ધરપકડ કરાઈ છે. ડોક્ટરનું નામ રમેશ કુમાર છે. તેમની પર બાજુમાં આવેલી મસ્જિદના ઈમામે કેસ કર્યો છે. તેમને આરોપ લગાવ્યો છે કે ડોક્ટરે કુરાનના પાના ફાડીને તેમા દવા લપેટીને દર્દીને આપી છે. આ મામલો સામે આવ્યા બાદ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ હિંદુઓની દુકાન પર હુમલાઓ કર્યા અને તેમા આગચાંપી કરી છે.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તહેનાત એસએચઓ જાહિદ હુસેન લેઘરીના કહ્યાં પ્રમાણે, ડોક્ટરની ધરપકડ કરી તેની સામે તપાસ શરૂ કરાઈ છે. લેઘરીના કહ્યાં પ્રમાણે, વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ વધ્યા બાદ ડોક્ટરને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રહે છે. જાકે પાકિસ્તાન હિંદુ કાઉÂન્સલ ઘણી વખત મુસ્લિમ બહુમતીઓ દ્વારા ઈશનિંદાના મામલામાં નિશાન બનાવવાની ફરિયાદ કરી ચુક્વ્યા છે. રિપોટ્‌ર્સ પ્રમાણે, ૧૯૮૭થી ૨૦૧૬ સુધી પાકિસ્તાનના ઈશનિંદા કાયદા હેઠળ ૧૪૭૨ લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY