ભુજ પાલિકા તંત્ર પ્લાસ્ટિક ના ઝબલાઓ પર પ્રતિબંધ લાદશે કે સબ ગોલમાલ હૈ જેવો તાલ

0
60

સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર માં અનેક સમાચાર પ્રસિદ્ધ થઈ રહયાં છે કે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા દરેક શહેરની પાલિકા અથાગ મહેનત કરીને નાના મોટા વેપારીઓ પ્લાસ્ટિક ના ઝબલાઓ અને ચા ની કેબીન કે લારીઓ પર અપાતા કપ નો નાશ કરી ને દંડનીય કામગીરી કરાઈ રહીછે ત્યારે ભુજમાં જાણે સરકારના સૂચનો નું કોઈજ પાલન કરવાનુજ ન હોય તેમ માત્ર મલાઈ વાળા કામોજ કરાઈ રહ્યા છે અનેક વખત પાલિકા પ્રમુખ અને સ્ટાફ માત્ર બજારમાં ફરી લારી વાળાઓ સાથે માત્ર ફોટા પડાવીને કામગીરી કરીદેવાયા નો હુકાર મારતી નજરે ચડે છે ત્યારે ખરેખર પ્લાસ્ટિકના કપ માં અપાતી ચા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તે ક્યારેય જાણ્યુંછે..? લોકોને કેન્સર જેવી અસાધ્ય બીમારીમાં સપડાવી નાખતા આ પ્લાસ્ટિક ના કપ ક્યારે બંધ કરાવાશે..? શહેરમાં ખુલ્લેઆમ ઉડતા અને ગંદકીના ગંજ સમાન આ પ્લાસ્ટીકના ઝબલા ક્યારે બંધ કરાવાશે..? આ ઝબલા ખાવાના કારણે કેટલીયે ગાયો મોતના મુખના ધકેલાઈ જાયછે તેમનું જવાબદાર કોણ..? શુ સરકાર દ્વારા આવી કામગીરી કરવાની કોઈજ સૂચના ભુજ પાલિકાને મળી નથી..? આવી મહત્વની કામગીરી નામ માત્રનીજ કરાશે..? કે પછી આ કામગીરી ન કરવા માટે પણ મોટા વેપારીઓ દ્વારા આ ભ્રષ્ટ તંત્રને પ્રસાદી આપી મોઢું બંધ રાખવા કહેવાય છે..? ખરેખર જનતા સાથે રહી અને ખુલ્લેઆમ પ્લાસ્ટિકના ઝબલા તાત્કાલિક ધોરણે ઝુંબેશ ચલાવી આવા વેપારીઓને કાયદેશરનો દંડ ફટકારવો જોઇએ શું આગળ સૂચના નથી અપાઈ..? સરકારના નાણાં નું વ્યય દરેક વખત પાલિકાએ થેલીઓ છપાવીને વેપારીઓને નથી અપાઈ..? તો આ કરાયેલી કામગીરી માત્ર ફોટા પડાવવા પુરતીજ હતી તેવું માનવું રહ્યું ખરેખર પ્રજાના હિતમાં કામગીરી કરી સરકારની નીતિમાં સાથ આપવો જોઈએ અને ભુજ શહેરમાં પ્લાસ્ટીકના ચા ના કપ કે ઝબલા વાપરતા વેપારીઓપર કાયદેશરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY