સમલૈગિક સંબધને માન્યતા મળતા દેશમાં AIDSના કેસો વધશેઃ સુબ્રમણ્ય સ્વામી

0
11

ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે એતિહાસિક ચૂકાદો આપતા LGBGT સમુદાયને રાહત આપી હોમો સેક્સ્યુઆલિટી ને ગુનાની શ્રેણીમાંથી બહાર કર્યુ છે. સુપ્રીમ કોર્ટે આ ચૂકાદા બાદ ભાજપ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ નારાજગી બતાવી છે.
સ્વામીએ કહ્યું કે આ અંતિમ ચૂંકાદો નથી આને બદલી પણ શકાય છે. સ્વામીના પ્રમાણે આ ચૂકાદાને સાત જજોની બેન્ચ બદલી શકી છે.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે સહમતિ થી બનાવવામાં આવેલા હોમો સેક્સ્યુઅલ સંબંધો સામાજીક રીતે ખરાબ છે. તેમને કહ્યું કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિજીજ વધારો થશે. સ્વામી કહ્યું કે હોમો સેક્સ્યુઆલિટી એક ડિસઓર્ડરની સમસ્યા છે. સુબ્રમણ્ય સ્વામીએ કહ્યું કે આ ચૂકાદા બાદ દેશમાં AIDSના કેસો વધારો થશે.
ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે ધારા ૩૭૭ પર એતિહાસિક ચૂકાદો આપતા સમલૈગિકતાને માન્યતા આપી છે. બે વયસ્કોની વચ્ચે સમલૈગિક સંબધ હવે ગુનો નહી માની શકાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY