લીંબડી જૈન એલર્ટ ગૃપ દ્રારા આચાર્ય પ્રેમસુરી મહારાજ સાહેબની પચાસમી સ્‍વર્ગારોહણ અર્ધશતાબ્‍દી વર્ષની વિશ્વભરમાં ઉજવણી.

0
132

લીંબડી જૈન એલર્ટ ગૃપ દ્રારા આચાર્ય પ્રેમસુરી મહારાજ સાહેબની પચાસમી સ્‍વર્ગારોહણ અર્ધશતાબ્‍દી વર્ષની વિશ્વભરમાં ઉજવણી કરાઇ હતી. અમેરીકા, યુરોપ, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ, સાઉથ આફ્રીકા તથા ભારતનાં ૧૦૦૮ થી વધુ જીનાલયોમાં એક લાખ થી વધુ પ્રભુ ભકતોએ સવારે ૭ થી ૮ પોત પોતાના અલગ સ્‍થાનોમાં એક જ દિવસે એક જ સમયે મહાઅભિષેક નું આયોજન કર્યુ. જેમાં લગભગ ૧૦૦૦૦ ઉપરાંત સેવકોએ પોતાનો કિંમતી સમય વ્‍યવસ્‍થા માટે આપ્‍યો હતો. આ કાર્ય ને ચાર ચાંદ લગાવવા માટે ર૭પ ઉપરાંત શાખાઓ અને રપ૦૦૦ થી વધારે યુવાનોનું સંગઠન ધરાવતું ગૃપ જૈન એલર્ટ ગૃપ ઓફ ઇન્‍ડીયાએ મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. જૈન એલર્ટ ગૃપ દ્રારા અવાર-નવાર અનેક કાર્યક્રમો યોજાય છે. કુમારપાળભાઇ વી. શાહ ધોળકાવાળા માર્ગદર્શક, કલ્‍પેશભાઇ શાહ સરશેનાધિપતિ, પ્રકાશભાઇ આણંદવાળા સરશેનાધિપતિ, પલકભાઇ અમદાવાદ સરસંચાલક જૈન ગૃપ એલર્ટ નાં આધાર સ્‍તંભો છે.

લીંબડી ૧૮ અભિષેકની પૂજામાં ટ્રસ્‍ટીશ્રીઓએ હાજરી આપી હતી. રવિભાઇ શાહ, પ્રફુલભાઇ, રમણીકભાઇ, ગણપતભાઇ, વિપુલભાઇ વકિલ, હિતેષભાઇ કારોલવાળા અને અનેક જૈન એલર્ટ ગૃપનાં સભ્‍યોની હાજરી હતી અને બહેનો પણ હાજર રહયા હતા.

રિપોર્ટર. : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY