દુરદર્શનનના લાઈવ કાર્યક્રમ દરમિયાન લેખિકા રિતા જીતેન્દ્રનું નિધન

0
18

શ્રીનગર,તા.૧૧
પ્રખ્યાત લેખિકા રિતા જીતેન્દ્રનું દુરદર્શન પર એક લાઈવ શોમાં વાતચીત દરમિયાન તેમનું નિધન થયું. લાઈવ શોમાં તેઓ પોતાની જીવન યાત્રા વિશે વાતો કરી રહ્યાં હતાં અને અચાનકથી તેઓ બેભાન થઈ ગયા. સોમવારે સવારે દુરદર્શનની ‘કાશ્મીર ચેનલ’ પર પ્રખ્યાત શિક્ષણવિદ રિતા જીતેન્દ્ર લાઈવ શોમાં પોતાનાં જીવનનાં કિસ્સાઓ સંભળાવી રહ્યાં હતા તે સમયે જ આ તેમનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા.
રિતા જીતેન્દ્ર એક પ્રસિદ્ધ કલાકાર, પ્રખ્યાત લેખક અને સામાજિક કાર્યકર્તા છે. રિતા જીતેન્દ્ર જમ્મુના રહેવાસી હતા અને સોમવારે તેઓ ‘ગૂડ મોર્નિંગ કાશ્મીર’ શોમાં મહેમાન બન્યા હતાં. એક લેખિકા તરીકે પોતાના જીવન યાત્રા વિશે વાત કરતા કરતા તેમનો અવાજ એકદમથી ફરી ગયો અને અચાનકથી તેમને શ્વાસ ચઢી ગયો હોય તેમ તેઓ ઝડપથી શ્વાસ લેવા લાગ્યા અને ત્યારબાદ થોડી જ વારમાં તેઓ ખુરશીમાં જ બેભાન થઈ ગયાં. આ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ રહી ગઈ હતી.
તેમને તાત્કાલિક ધોરણે SMHS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. રીતા જીતેન્દ્રનાં પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે જમ્મુ મોકલી દેવાયું છે. કાશ્મીરનાં રાજ્યપાલ સત્ય પાલ મલિકે રિતા જીતેન્દ્રનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY