અમદાવાદ,તા.૫
ગીરમાં ૨૩ સિંહોના મોતથી ગુજરાતીઓને ભારે આઘાત લાગ્યો છે. તેમાં પણ સરકારે જે રીતે બેદરકારી દાખવી છે તેનાથી લોકોમાં રોષ પણ છે.
તેવામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર સ્ફોટક આક્ષેપ લગાવીને કહ્યુ છે કે મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા માટે ભાજપ સરકારે ૨૩ સિંહોનો ભોગ લીધો છે. મને લાગે છે કે સિહોને મારવા માટે જાણી જાઈને તેમને અપાયેલા મારણમાં ઝેર ભેળવવામાં આવ્યુ હતુ. આ આખુ ષડયંત્ર છે. જેનો જવાબ રુપાણી સરકારે આપવો જાઈએ.
પરેશ ધાનાની આ નિવેદન બાદ સરકાર વધારે બેકફૂટ પર આવી શકે છે. એમ પણ સરકારે સિંહોના મોતના મુદ્દે વારંવાર નિવેદન બદલ્યા છે. પહેલા તો સરકારે સિંહોના મોતને ઈનફાઈટ ગણાવીને ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.
હવે સ્પષ્ટ થયુ છે કે મોત ઈન્ફેક્શનના કારણે અથવા તો ઝેરી મારણ ખાવાથી થયા છે ત્યારે સિંહોની સારવાર માટે અમેરિકાથી રસી મંગાવવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



