મહિલા એડવોકેટે ઓફિસમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી

0
139

રાજકોટ,તા.૧૦
રાજકોટમાં મહિલા વકીલે પોતાની જ ઓફિસમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમણે કયા કારણથી આપઘાત કર્યો હતો તે કારણ હજી સામે આવ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે દિવ્યા વિઠા નામની મહિલા વકીલ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર દિવ્ય રાજ અસોસિએટ નામની ઓફિસ ધરાવે છે. નિત્યક્રમ મુજબ દિવ્યા મંગળવારે પોતાની ઓફિસમાં આવી હતી. જાકે, કોઇ કારણોસર તેણે ઓફિસમાં સવારના સમયે પંખા સાથે ઓઢણી બાંધીને મોતને વ્હાલું કર્યું હતું. આજુ બાજુની ઓફિસના લોકોને આ અંગે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. મહિલા વકીલે આત્મહત્યા કરી હોવાની વાત વાયુવેગે ફેલાતા આસપાસના લોકોના ટોળા ઓફિસે એકઠાં થયા હતા.જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસની એક ટીમ મહિલાવકીલની ઓફિસમાં આવી હતી. પોલીસે ઓફિસમાં પ્રવેશ કરતા જાયું તો મહિલા વકીલ મૃતહાલતમાં પંખા પર લટકતી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે મહિલા વકીલના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથધરી હતી. આ સાથે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં મહિલાવકીલની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
બીજી તરફ સુત્રોએ જણાવ્યું હતું કે, મહિલા વકીલની આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસ તેમના પરિવારજનો સાથે પૂછપરછ કરવાની તજવીજ પણ હાથધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY