હલદરવા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બે ને ઇજા

0
161

પાલેજ,
૨૧/૦૩/૨૦૧૮

પાલેજ :- ને.હાઇવે ૪૮ પર પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે બુધવારના રોજ એક કાર માર્ગની બાજુના ખાડામાં પલટી ખાઇ જતા બે ને ઇજાઓ થવા પામી હતી. 

ઘટના સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના હલદરવા ગામ પાસે બુધવારના રોજ અમદાવાદથી ભરૂચ તરફ એક કાર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી તે વેળા કાર ચાલકનો સ્ટિયરીંગ અથવા અન્ય કોઇ કારણોસર કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઇને બાજુના ખાડામાં ખાબકી હતી. 

સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક તથા કારમાં સવાર અન્ય એક ઇસમને ઇજાઓ થતા સ્થાનિકોએ મદદે દોડી અાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ દ્વારા ભરૂચ ખાતે હોસ્પિટલમાં ખસેડયા હતા. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી પરંતુ કારને ખુબ જ મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું…

ઉવૈસ લાંગીયા – પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY