વલસાડ જિલ્લા સમસ્તક વારલી સમાજ દ્વારા રાજ્યરમંત્રી રમણલાલ પાટકરનો સન્માતન સમારોહ યોજાયો

0
72

માહિતી બ્‍યૂરોઃ વલસાડઃ

વલસાડ જિલ્લા સમસ્‍ત વારલી સમાજ દ્વારા રાજ્‍યના આદિજાતિ અને વન વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરના સન્‍માન સમારંભનો કાર્યક્રમ અંબાચ ચાર રસ્‍તા, ગોવિંદભાઇની વાડી ખાતે યોજાયો હતો.

આદિજાતિ રાજ્‍ય મંત્રી રમણભાઇ પાટકરે જણાવ્‍યું હતું કે, વર્ષોથી વસેલા એ આદિવાસી. આ પ્રકારના સંમેલનનો મુખ્‍ય ઉદ્દેશ સમાજ વચ્‍ચે હરિફાઇ નથી પણ તેના કારણે સમાજમાં જાગૃતિ આવે ઉપરાંત જરૂરિયાતમંદોને સરકારની યોજનાનો લાભ અપાવી શકાય તે છે. તેમેણે સમાજની અંદર હાલમાં ચાલી રહેલા ખોટા અને રૂઢિચુસ્‍ત રિવાજો નાબુદ કરવા માટે સૌના સહકાર જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. આદિજાતિ વિકાસ માટે કરોડો રૂપિયાનું બજેટ આવતું હોય છે, ત્‍યારે સમાજના આગેવાનોની નૈતિક જવાબદારી છે કે, રાજ્‍ય કે કેન્‍દ્ર સરકારની યોજનાઓ તેમના જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં મદદરૂપ બને. સરકાર દરેક સમાજને આગળ લાવવા માટે પ્રયત્‍નશીલ છે, ત્‍યારે વિકાસના કાર્યો માટે દરેક વ્‍યક્‍તિએ સક્રિયતા રાખવી જોઇએ. લગ્નનો ખર્ચ બચાવવા સમૂહલગ્નમાં ભાગ લઇ રાજ્‍ય સરકાર દ્વારા મળતી સહાયનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્‍યસ્‍તરે સારું શિક્ષણ મળી રહે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે, ત્‍યારે દરેક સમાજના વ્‍યક્‍તિ ભણી-ગણીને આગળ આવે અને સમાજના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે. ભ્રષ્‍ટાચાર રોકવા માટે વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને મળતી સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવે છે. આદિજાતિ વિસ્‍તારોમાં માળખાકીય વિકાસ માટે ન્‍યુ ગુજરાત પેટર્ન હેઠળ વિકાસકાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં આવે છે. નીરા વેચાણનું લાયસન્‍સ હવે મામલતદાર કચેરીએથી જ મળી રહેશે અને તે માટે જરૂરી સાધનોની સહાય પણ રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે સમાજના લોકોએ તેમના વિસ્‍તારના રજૂ કરેલા પ્રશ્‍નોનો હકારાત્‍મક નિરાકરણ થાય તે માટે પ્રયત્‍નો કરવા આદિજાતિ મંત્રીએ ખાતરી આપી હતી.પૂર્વ ધારાસભ્‍યશ્રી શંકરભાઇ વારલીએ જણાવ્‍યું હતું કે, વારલી સમાજ દ્વારા પેઈન્‍ટિંગ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે ત્‍યારે આ સમાજના શિક્ષણ, રમતગમત, સાંસ્‍કૃતિક વગેરે વિવિધ ક્ષેત્રે નામના મેળવે તે જરૂરી છે. તેમણે મંત્રી રમણભાઇ પાટકરે વારલી સમાજના વિકાસમાં કરેલા યોગદાનને બિરદાવ્‍યા હતા.

સ્‍વાગત પ્રવચનમાં બાબુભાઇ વરઠાએ સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, વારલી સમાજ હરહંમેશ સેવા માટે આગળ રહે છે. તેમણે વારલી સમાજના આગેવાનો અને સરપંચોને સમાજના કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની જવાબદારી ઉપાડવાની સાથે સમાજના વિકાસ માટે સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આદિજાતિ વિસ્‍તારોમાં રાજ્‍ય સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યોની સરાહના કરી હતી. સોમાભાઇ બાત્રીએ સમાજના દરેક લોકોને સંગઠનથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. અમ્રતભાઇએ સમાજની પ્રગતિ માટે સૌના સહકારને અપેક્ષા વ્‍યકત કરી હતી. અંબાચ પ્રા.શાળાની બાલિકાઓએ સ્‍વાગત, પ્રાર્થના, દેશભક્‍તિ ગીત તેમજ ગુજરાતી લહેરીલાલ ગીત રજૂ કર્યાં હતાં. આ અવસરે વારલી સમાજના અગ્રણીઓ, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ વગેરે હાજર રહયા હતા. આભારવિધિ બાલુભાઇએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુભાઇ પટેલે કર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY