અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા આતંકી સુભાન કુરેશી તપાસ અર્થે ભરૂચના શેરપુરા પાસે લાવવામાં આવ્યો હતો…

0
151
  • આતંકી અબ્દુલ ભટકલ સાથે સુભાન કુરેશી ભરૂચ રોકાયો હતો.

    ભારતના બિન લાદેન ગણાતા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ અને ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કથિત સંડોવણી ધરાવતા અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર અમદાવાદ બ્લાસ્ટ માં સંડોવણી સંદર્ભે આજ રોજ ભરૂચ ખાતે લવાતા ભરૂચ માં ચકચાર વ્યાપી જવા પામી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશ ના અને વર્ષોથી મુંબઈ માં સ્થાયી થયેલા કુરેશી પરીવાર ના om અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર અગાઉ મુંબઈ ની વિપ્રોમાં કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે કામ કરતો હતો. ઇન્ડિયન મુજાહિદ્દીન અને સીમી સાથે સંકળાયેલ તૌકીર દિલ્હી.બેંગ્લોર. જયપુર તથા અમદાવાદ માં થયેલ સિરિયલ બ્લાષ્ટ માં કથિત રીતે સંડોવાયેલ હતો.ઇન્ડિયન મુજાહિદિન માટે ફંડ એકત્રિત હવાલા મારફતે કરવાનું સમગ્ર આયોજન તૌકીર કરતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
    ૧૧ જુલાઈ ૨૦૦૬ માં થયેલા મુંબઈ ના ટ્રેન બ્લાષ્ટ કેસ માં પોલીસ ને તૌકીરનો હાથ હોવાના પૂરતા પુરાવા મળ્યા હતા.તૌકીર ત્યાર બાદ દિલ્હીમાં સ્થાઈ થયો હતો અને દિલ્હીમાં ઇસ્લામિક મુવમેન્ટ નામના મેગેઝીન માં તંત્રી તેમજ પબ્લિશર તરીકે કામ કર્યું હતું. અગાઉ ગુજરાત માં પણ તેણે ભડકાઉ ભાષણ કર્યા ના તેના ઉપર આરોપ ઘડવાયા હતા.અમદાવાદ સિરિયલ બ્લાષ્ટ માં વડોદરા ના ક્યામુદિન સાથે મળી તેણે બ્લાષ્ટ ને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
    ૨૧ ઓગષ્ટ ૨૦૦૧ ના તૌકીર ને મુંબઈ માં સીમીની પ્રેસ કોન્ફરન્સ માં નાગોરી નામના શખ્સ સાથે તેને જોવામાં આવ્યો હતો.દિલ્હી ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ પહેલા ભારત ની સુરક્ષા એજન્સી ઓ બહુ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત અને અમદાવાદ માં સિરિયલ બ્લાસ્ટ માં સંડોવાયેલ કથિત આતંકી યાસીન ભટકલ અને અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર સાથે ભરૂચના શેરપુરા સ્થિત મકાન માં રોકાયા હતા અને અહીં જ તેમણે સિરિયલ બ્લાષ્ટ નો કારસો ઘડ્યો હતો.આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટિમ કથિત આતંકી તૌકીર ને લઇ ભરૂચ શેરપુરા સ્થિત મકાન માં તપાસ અર્થે લાવ્યા હતા.પોલીસ ના ધાડા ઉતરી પડતા શેરપુરા ગામે ક્ષણીક હડકંપ સાથે લોકો માં કુતુહલ સાથે લોકટોળા એકત્રિત થઈ જવા પામ્યા હતા. પોલીસે ગણતરીના સમય માટે જ શેરપુરા રોકાણ કરી પરત અમદાવાદ રવાના થયા હતા.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY