નાંદોદના તરોપા ગામે લગ્નના વરઘોડામાં મારા-મારી, લૂંટના મામલે આમલેથા પોલીસે ગોળ ગોળ ફરિયાદ લખ્યાનો આક્ષેપ.

0
63

મારા મારી દરમિયાન ઘરેણાં લૂંટાયા હોવા છતાં આમલેથા પોલીસે જાણી જોઈને ઝપાઝપીમાં ઘરેણાં પડી ગયા હોવાની ફરિયાદ નોંધી હોવા બાબતે મહિલાએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી.

રાજપીપળા:નાંદોદ તાલુકાના તરોપા ગામે વરઘોડામાં નાચતી વેળાએ અમુક યુવાનોએ વરઘોડામાં નાચતા પરિવાર સાથે મારા મારી કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાર મહિલાએ આમલેથા પોલીસ મથકમાં કરી હતી.ત્યારે આમલેથા પોલીસે જાણી જોઈને ઝપાઝપીમાં ઘરેણાં પડી ગયા હોવાની ગોળ ગોળ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ ખુદ ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં કર્યો છે.

નાંદોદના તરોપા ગામની ગીતા નિલેશ વસાવાએ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ને પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ગત 29મી એપ્રિલે રાત્રે તરોપાથી નજીકના કુંવરપરા ગામે જાન જઈ રહી હતી ત્યારે તરોપાના હોળી ચકલા પાસે ગામના જ રવિન્દ્ર વિક્રમ વસાવા,દેવેન્દ્ર વિક્રમ વસાવા,નવનીત જેઠા વસાવાએ ફટાકડા ફોડવા બાબતે અમારી સાથે મારા મારી કરી હતી.દરમિયાન એમણે મારા ગળામાંથી સોનાની ચેન,મંગળસૂત્ર તથા કાનની બુટ્ટી રવિન્દ્ર વસાવાએ તોડી લૂંટી લીધી હતી.આ બાબતે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ અધિકારીએ જાણી જોઈને ઝપાઝપીમાં આ વસ્તુઓ પડી ગઈ હોવાની ફરિયાદ નોંધી હતી.ખરેખર આ ઘરેણાં લૂંટી લેવાયા છે આ ઘટનામાં અમને નાની મોટી ઇજાઓ પણ થઈ છે અને આમલેથા પોલીસે ગોળ ગોળ ફરિયાદ લખી છે.વધુમાં આ તમામ લોકોએ અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.તો આ મામલે યોગ્ય ન્યાય મળે અને અમારી ચોરાયેલા -લૂંટાયેલા ઘરેણાં પરત મળે એવી રજુઆત કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY