બારડોલી,તા.૧૦
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ચાર રસ્તા નજીક બારડોલી કડોદરા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં પોલીસ તપાસ દરમ્યાન અકસ્માતનો ભોગ બનનાર બંને વાલોડ તાલુકાનાં બુહારી ગામના મામા ભાણેજ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં મામાનું સ્થળ પર જ મોત થયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ચાર રસ્તા નજીક બારડોલી કડોદરા રોડ ઉપર હોન્ડા શોરૂમ નજીક બારડોલીથી કડોદરા તરફ જઈ રહેલ એક મોટરસાયકલ નંબર જીજે-૧૪-એચ-૬૭૩૦ને પૂરઝડપે પસાર થતી એક ટ્રક નંબર જીટીટી-૮૭૧૮ નાઓના ચાલકે અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે ઇસમો પૈકી ૪૫ થી ૫૦ વર્ષીય અજાણ્યા ઇસમનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બંનેની ઓળખ થઈ શકી ન હતી. દરમ્યાન પોલીસે શરૂ કરેલી તપાસમાં મૃતક તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં બુહારી ગામનો અરુણભાઈ બુધાભાઈ રોહિત (૫૦) તેમજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેના ભાણેજ મનોજભાઈ હોવાનું બહાર આવ્યું છે. અરુણભાઈ કારેલી ખાતે આવેલ મોજાની ફેક્ટરીમાં કામ કરતી પોતાની દીકરીને મળવા માટે જઇ રહ્યા હતા. પરંતુ દીકરીને મળે તે પહેલા જ કાળમુખી ટ્રકે અરુણભાઈને અડફેટમાં લેતા તેઓ દીકરીનો ચહેરો પણ જાઈ શકયા ન હતા. ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની રેખાબેને પોલીસ ફરિયાદ નોંધાવતા બારડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





