માંડવી તાલુકાના ધુણઇ ગામમાં અનેક ભુમાફિયા બેફામબની તંત્રની આંખે કેમ ચડતા નથી તે એક યક્ષપ્રશ્ન છે તો બીજી તરફ ગામમાં પાણીના નિકાલ માટેના નાળાને પણ ખુલ્લેઆમ અવરોધી ને સમથડ જમીન કરીદેવાઈ છે તો અનેક જમીન માલિકો દ્વારા પોતાની માલિકીના હક્ક કરતા વધારે જમીન દબાણ કરી દેવાઈ છે શું આ બાબતે પંચાયત અજાણ છે..? તો ગામની વચ્ચે આવેલ મોબાઈ ટાવરમાં થયેલ ભ્રષ્ટાચારથી ગામલોકો અને તંત્ર અજાણ છે..? સરકારી પડતર જમીનના કોણે કોણે કેટલા શોદા કર્યા અને કેટલી ગૌચર જમીન કોણે દબાણ કરી તેનાથી અજાણ છે..? ખરેખર આ ભ્રષ્ટતત્વો દ્વારા સરકારની તિજોરીને લગાડાતો ચુનો કેમ દેખાતો નથી તે ચર્ચાનો વિષય બન્યો છે તો કેટલાય મકાનો અને ફાર્મ હાઉસ આ પડતર જમીનપર બનાવાયા છે તે બાબતે તંત્ર શા માટે મૌન સેવી રહ્યું છે..? મોટા ભુમાફિયા દ્વારા સરકારી જમીન વેચીને કમાવવાની લાલસામાં ભાગ પડાવતા સરકારી બાબુઓ ચેતવા જેવું છે કેમકે આવી જમીનોની માલિકી સરકારની છે તે ક્યારેય ભૂલવું ન જોઈએ અને ચાર ગામનો સીમાડો ધરાવતું ધુણઇ ગામ ભ્રષ્ટાચારના ભરડામાં ભરાઈ ગયું હોવા છતાં કેમ તંત્રના આંખે પાટા બંધાયેલ છે બાબતે લોક ચર્ચાઓ ઉઠી રહીછે ત્યારે જાણવા મળતી માહિતી મુજબ બહાર વસતા ખેતર માલિકોની જમીન માંથી ખુલ્લેઆમ માટી ચોરી કરાઈ રહી હોવાનો મુદ્દાએ પણ જોર પકડ્યું છે ત્યારે ખનીજ ચરોને કોણ છાવરી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે આવા ભ્રષ્ટાચાર ને ડામવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ તટસ્થ પણે તપાસ કરી ભુમાફિયાઓ અને સરકારને ચુનો લગાડતા જવાબદાર અધિકારીઓ ને કાયદાના પાઠ ભણાવવા ખૂબ જરૂરી છે અન્યથા મસમોટું કૌભાંડ આવનારા દિવસોમાં વધુ માથું ઊંચકે તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામીછે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 9879187080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





