એલન મસ્કથી રૂ.૧૦૦૦ કરોડ વધારે હતી સંપત્તિ
મનીલા,તા.૨૦
ફિલિપાઈન્સના સૌથી મોટા ધનવાન હેનરી સીનું શનિવારે નિધન થયું છે. તેઓ ૯૪ વર્ષના હતા. ફોર્બ્સના રિપોર્ટ મુજબ હેનરી સી ૧.૪૨ લાખ કરોડ રૂપિયા(૨૦૦૦ કરોડ ડોલર)ની સંપત્તિના માલિક હતા. ગત વર્ષે તેઓ દુનિયાના શ્રીમંતોની યાદીમાં ૫૨માં નંબરે પહોંચ્યા હતા. હેનરીએ એલન મસ્ક, રૂપર્ડ મર્ડોક અને જાર્જ સોરોસ જેવા શ્રીમંતોને પાછળ મૂકી દીધા હતા. ફોર્બ્સની વિશ્વના શ્રીમંતની યાદીમાં મસ્કનો ૫૩વો નંબર છે. તેમની નેટવર્થ ૧.૪૧ લાખ કરોડ રૂપિયા છે. મસ્ક ટેસ્લા મોટર્સના સીઈઓ અને સ્પેસ એક્સના લીડ ડિઝાઈનર છે.
હેનરી સીના એસએમ ગ્રુપનું ફિલિપિન્સમાં બેંકો, હોટલ્સ અને રિયલ એસ્ટેટનો કારોબાર છે. ચીનમાં તેમના શોપિંગ સેન્ટર પણ છે. તમને જણાવી દઈએ કે હેનરી સીએ વર્ષ ૨૦૧૭માં એસએમ ગ્રુપના ચેરમેન પદથી રાજીનામું આપ્યું હતું. પછી કંપની બોર્ડે તેમને માનદ ચેરમેન બનાવ્યા હતા.
હેનરી સી ૧૯૫૬માં ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં બૂટ-ચંપલના સ્ટોરથી વેપારની શરૂઆત કરી હતી. બિઝનેસ વધતો ગયો અને હેનરીએ શૂમાર્ટ નામથી શૂ-સ્ટોરની ચેન તૈયાર કરી.ત્યાર બાદ ૧૯૭૨માં હેનરીએ બૂટ સિવાય અન્ય વસ્તુઓનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો અને શૂ-માર્ટનું નામ બદલીને એસએમ ડિપોર્ટમેન્ટલ સ્ટોર કર્યું હતું. વર્ષ ૧૯૮૫માં હેનરીએ મનીલામાં સુપરમોલ ખોલ્યો. તેમને મનીલામાં મોલ કલ્ચરને વેગ આપ્યો હતો.
હેનરી સીની હેલ્ડિંગ કંપની એસએમ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનને વર્ષ ૨૦૦૧માં ચીનમાં પહેલો મોલ ખોલ્યો હતો. હાલ ચીનમાં એસએમ ગ્રુપના ૭ મોલ, ૬ હોટલ્સ અને ૮ ઓફિસ બિલ્ડિંગ છે. જ્યારે ફિલિપાઇન્સમાં ગ્રુપના ૭૦ મોલ્સ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




