ઇન્ડિયન કોસ્ટગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન કરી ૮ માછીમારોને બચાવ્યા

0
8

માંગરોળ,તા.૧૫
૧૪ એપ્રિલના રોજ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરી ૮ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. ગઇકાલે મધ્યરાત્રિએ પોરબંદર કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે.
દીવની પ્રભુ સાગર નામની બોટે માંગરોળથી ૩૫ નોટિકલ માઈલ દૂર દરિયામાં જલસમાધિ લેતા તેમાં સવાર માછીમારોના જીવ જાખમમાં મુકાયા હતા. બોટમાં પાટિયા તૂટી જવાના લીધે પાણી ભરવા લાગ્યું અને ડૂબવા લાગી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઇન્ડિયન કોસ્ટગાર્ડને રેડિયો મારફતે જાણ થતા ચાર્લી સી-૪૪૫ને રવાના કરવામાં આવ્યું હતુ. અને કોસ્ટગાર્ડના જવાનોએ બોટમાં સવાર ૮ માછીમારોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા.
ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોની સાથે બોટને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોટે જળસમાધિ લીધી હતી. જે બાદ તમામ માછીમારોને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી પર લાવવામાં આવ્યા હતા અને ફિશિરિઝ ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY