મારી નાંખવાની ધમકીઓ આપતા દમણ પાલિકાનાં કાઉન્સિલરની ધરપકડ

0
78

સંઘ પ્રદેશ દમણ નગર પાલિકાનાં એક અપક્ષ કાઉન્સિલરની દમણ પોલીસે ધરપકડ કરી છે. કાઉન્સિલર અને તેના એક સાથી સભ્યએ દમણની સેલો કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરી કંપનીના સભ્યોને ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યા બાદ થયેલી પોલીસ ફરિયાદને લઈ દમણ પોલીસે કાઉન્સિલર અને તેના સાથી સભ્યની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતીઓ અનુસાર સંઘ પ્રદેશ દમણ નગર પાલિકાના અપક્ષકાઉન્સિલર શૈલેશ ડી.પટેલ ઉર્ફે શીલુ અને તેના સાથી સભ્ય નરોત્તમ આર. પટેલ સોમનાથ સ્થિત આવેલી સેલો કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરી કંપનીના સભ્યોને ગમે એમ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે બાબતે બુધવારનાં રોજ કંપની તરફથી વાપીના ચલા ખાતે રહેતા શરદ મિશ્રા દ્વારા નાની દમણ પોલીસ મથકે બન્ને શખ્સોની સામે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ અંગે ઈ.પી.કો. કલમ મુજબ ગુન્હો દાખલ કરી આ કામનાં આરોપી એવા દમણ નગર પાલિકાનાં અપક્ષ કાઉન્સિલર શૈલેશ ડી. પટેલ ઉર્ફે શીલુ તથા તેના સાથી સભ્ય નરોત્તમ આર. પટેલની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રમાણે એક કાઉન્સિલરની દાદધમકીઓ આપવાને લઈ થયેલી ધરપકડને લઈ હાલ પાલિકાનાં અન્ય સાથી કાઉન્સિલરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY