સુરત,તા.૭
સુરતના બોમ્બે માર્કેટમાં ત્રીજા માળેથી એમ્બ્રોઇરી મશીન ઉતારતી વખતે જેસીબી મશીન ઉંધુ થઇ જતા મશીન નીચું પટકાયું હતું અને પાર્ક કરેલી કાર અને ૩ વાહનોનો ખુરદો બોલી ગયો હતો.સદનસીબી કોઇ જાનહાની થઇ નહોતી.કારનો જે રીતે કચ્ચરઘાણ વળી ગયો છે એ જાતા જા કારમાં કોઇ બેઠું હતે તો જીવ બચાવવો મુશ્કેલ થઇ જતે.
સહરાદરવાજા વિસ્તારમાં આવેલા સાડીના રીટેલ માર્કેટ તરીકે જાણીતા બોમ્બે માર્કેટમાં ત્રીજા માળેથી એક એમ્બ્રોઇડરી મશીનને જેસીબી દ્રારા નીચે ઉતારવામાં આવી રહ્યું હતું. મશીનનુ વજન વધી જતા જેસીબી ઉંધુ થઇ ગયું હતુ અને મશીન નીચે પટકાયું હતુ. તે વખતે ત્યાં પાર્ક કરાયેલી એક કાર અને ત્રણ બાઇકનો ખુરદો બોલી ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



