રોહિત શર્માએ સૌથી વધુ સિક્સ ફટકારવાના ધોનીના રેકોર્ડની બરાબરી કરી

0
7

માઉન્ટ મોનગાનુઇ,તા.૨૮
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાના ધૂરધૂરોના બેટ જાર ચાલ્યા છે. માઉન્ટ માઉંગાનુઇના ‘બે ઓવલ’માં ત્રીજી વનડેમાં પણ ‘હિટમેન’ રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. ૩૧ વર્ષના રોહિતે આ મેદાન પર બે દિવસ પહેલા જ બીજી વનડેમાં ૮૭ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
સોમવારે રોહિતે પોતાની ૧૯૯મી વનડેમાં માત્ર ૩૯મી અડધી સદી જ પુરી કરી નહોતી, (૬૨ રન, ૭૭ બોલ, ૩ ચોગ્ગા, ૨ સિક્સર) પરંતુ ઇનિંગમાં બીજી સિક્સર ફટકારતાની સાથે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત તરફથી અત્યાર સુધી ૨૧૫ સિક્સર ફટકારી છે. હવે રોહિતના નામે પણ તેટલી સિક્સર થઇ ગઇ છે.
રોહિત શર્માએ ૬૨ રનની ઇનિંગ દરમિયાન ૨૧ રન બનાવતા જ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તેમણે લિસ્ટ-એ ક્રિકેટમાં પોતાના ૧૦,૦૦૦ રન પુરા કર્યા હતા. આવું કરનાર તે ભારતનો ૧૦મો બેટ્‌સમેન બની ગયો છે. રોહિતે પોતાની ૨૬૦મી લિસ્ટ-એ ઇનિંગમાં આ જાદુઇ આંકડાને પાર કર્યો છે. રોહિત ભારતનો ચોથો એવો બેટ્‌સમેન બની ગયો, જેમણે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગોમાં ૧૦,૦૦૦ રન પુરા કર્યા છે.
લિસ્ટ-એ ક્રિકેટમાં વનડે ઈન્ટરનેશન સિવાય વિભિન્ન ઘરેલૂ મુકાબલાનો સમાવેશ થાય છે. આમ જાવા જઇએ તો આંતરરાષ્ટ્રીય મેચ પણ લિસ્ટ-એ અંતર્ગત આવે છે, જેમાં રમી રહેલી ટીમોને વનડે ઈન્ટરનેશનલનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. લિસ્ટ-એ હેઠળ ૪૦થી ૬૦ ઓવર સુધીની એક ઇનિંગ હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY