મેલબર્ન,તા.૨૩
અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટરફાઇનલમાં હારી ગઈ છે. તેને ચેક ગણરાજ્યની કૈરોલિન પ્લિસ્કોવાએ ૬-૪, ૪-૬, ૭-૫થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે પ્લિસ્કોવા પ્રથમવાર સેમીફાઇનલમાં પહોંચી છે. તો સેરેનાનું ૨૪માં ગ્રાન્ડસ્લેમ જીતવાનું સપનું તૂટી ગયું છે. હવે તેણે આ માટે ફ્રેન્ચ ઓપન સુધી રાહ જાવી પડશે. સેરેનાએ આ પહેલા પ્રી-ક્વાર્ટરફાઇનલમાં વર્લ્ડ નંબર-૧ રોમાનિયાની સિમોના હાલેપને હરાવી હતી, પરંતુ તે આ મેચમાં સારૂ પ્રદર્શન કરવાથી ચુકી ગઈ હતી.
બીજીતરફ જાપાનની નાઓમી ઓસાકા પ્રથમવાર સેમીફાઇનલમાં પહોંચી છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં યૂક્રેનની એલિના સ્વિતોલિનાને હરાવી હતી. ચોથી વરીયતા પ્રાપ્ત ઓસાકાએ છઠ્ઠી વરીયતા ખેલાડી સ્વિતોલિનાને ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. આ જીતની સાથે છેલ્લા ૨૫ વર્ષમાં તે ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ-૪માં પહોંચનારી પ્રથમ જાપાની મહિલા બની ગઈ છે. આ પહેલા કિમિકો ડેટ પહોંચી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



