અમદાવાદ,તા.૬
અમદાવાદ ખાતે મેટ્રો રેલના મોક અપ કોચને જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂકિયો હતો. મુખ્યમંત્રી રૂપાણી તેમજ અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના અગ્રણીઓએ અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચની મુલાકાત લીધી હતી અને તેની ખૂબીઓ જાણી હતી.
આ મોક કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે. જાન્યુઆરી ૨૦૧૯ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્કના ૬.૫૦ કીમી.ના રૂટ પર ટ્રાયલ રન કરાશે. ૨૦૨૦ સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઇ જશે.
દરમિયાન સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના આ મોક કોચને લોકો નિહાળી શકશે તેમજ તેની અંદર કેવી સુવિધા છે તેની માહિતી પણ મેળવી શકશે. સીએમ રૂપાણીએ આ કોચ ખુલ્લો મુકિયા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આ કોચની મુલાકાત લીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





