૬ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરતા ખળભળાટ

0
83

ઉના,તા.૬
ઉનાના દેલવાડા ગામે શુક્રવારે મોડી રાત્રે ૬ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર ઘા મારી યુવાનની હત્યા નીપજાવી હતી. પાંચ આરોપી ઉનાના અને એક દેલવાડાનો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાનની બહેનની એક વર્ષ પહેલા એક શખ્સે મશ્કરી કરી હતી. જેનો ખાર રાખી યુવાનને પતાવી દીધો હતો. પોલીસ છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતક યુવાનના કાકા પ્રવીણભાઇ સામતભાઇ મજેઠીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ વશરામભાઇનું ૧૨ દિવસ પહેલા જ અવસાન થયું હતું. તેને બે દીકરા જીજ્ઞેશ અને યશ છે. અને ભાભી નયનાબેન છે. રાત્રે અમે જમીને સૂવાની તૈયારી કરતા હતા ત્યારે ઘરની નજીક કોઇ ઝઘડો કરી રહ્યાનો અવાજ આવતા અમે દોડી ગયા હતા. ત્યારે સુનિલ કરશન ભાલીયા, કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક ડાભી, રમેશ ભીખા રાઠોડ, ઉમેશ બાબુ ચૌહાણ અને એશોક ભીખા મારા ભત્રીજા જીજ્ઞેશ અને યશ સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. બાદમાં તમામ ઘરની બાજુમાં સિલિવર કલરની કાર પડી ત્યાં ગયા હતા અને કારમાં આવેલા છ શખ્સોએ પાઇપ અને લાકડાના ધોકા કાઢી મારા ભત્રીજાને મારવા લાગ્યા હતા. જેમા જીજ્ઞેશને માથાના ભાગે ધોકો મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આથી હું અને મારા ભાભી વચ્ચે પડતા તેઓએ અમને પણ માર માર્યો હતો. બાદમાં તેઓ માર મારી ભાગી ગયા હતા. જીજ્ઞેશને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY