મિલ્કત વેચાણ વખતે ડેવલપરે જરૂરી બાંહેધરી આપવી પડશે

0
7

અમદાવાદ,તા.૧
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદનારના હક માટે વધુ એક સ્પષ્ટ ગાઇડલાઇન બાબતે ગઇકાલે પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ, હવે કોઇ પણ મિલકત વેચાણ આપનાર ડેવલપરે મિલકત ટ્રાન્સફર વખતે મિલ્કત પર તેમને કોઇ હક નથી તેવી બાહેધરી આપવી પડશે. રેરાના આ પરિપત્રને પગલે મિલકતના વેચાણ, ખરીદી અને ટ્રાન્સફરમાં વધુ સ્પષ્ટતા અને પારદર્શકતા આવવાની સંભાવના છે. ડેવલપર્સ કે પ્રમોટર્સ દ્વારા રજૂ થતા દસ્તાવેજોમાં અનેક વિસંગતતા અને ક્ષતિઓ અંગેની ઉઠેલી વ્યાપક ફરિયાદોના પગલે રેરાએ રજિસ્ટ્રેશન માટે રજૂ થતા લીગલ દસ્તાવેજો માટેની ગાઈડલાઇનને વધારે સ્પષ્ટ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. પ્રમોટર કે મૂળ માલિકને પ્રોજેક્ટની જમીન મિલકત તેને ખરીદનાર અને એસોસીએેશનને ટ્રાન્સફર કર્યા પછી ખરીદી કરનારનાં કોઇ હિતને નુકસાન થાય તેવા કોઇ પણ પ્રકારના હક રહેતા નથી તેવી સ્પષ્ટતા સાથે પ્રફોર્મા ફોર સેલ ડીડમાં બાંયધરી આપવી પડશે. એટલું જ નહીં પ્રફોર્મા ફોર સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકો, ડેવલપર કે હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓએ વેચાણ આપનાર કે કન્ફર્મીંગ પક્ષકાર તરીકે જોડાવા અંગે સ્પષ્ટતા કરવી પડશે. જમીનની માલિકીના હકો ધરાવનાર અને ડેવલપર વચ્ચે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ ફરજિયાત કરાયું છે. જેમાં માર્કેટિંગ, બુકિંગ, વેચાણના હકની સ્પષ્ટતા ફરજિયાત છે. આ ઉપરાંત એલોટમેન્ટ લેનાર સાથે વેચાણ કરાર ત્રિપક્ષી થશે જેના જમીન માલિક અને ડેવલપર કન્ફર્મીંગ પાર્ટી બનશે. એલોટમેન્ટ લેટરમાં પ્રોજેક્ટ અંગેની જમીન, પ્રોજેક્ટ કારપેટ એરિયા, વેચાણ કિંમત એગ્રીમેન્ટ ફોર સેલની શરત સ્પષ્ટ લખવી પડશે. જેમાં એલોટમેન્ટ લેટર અમલમાં રહેવાની અને કેન્સલેશન હોય તેના રિફંડની વિગત સ્પષ્ટ કરવી પડશે. રેરાના આ પરિપત્રને પગલે મિલ્કત સંબંધી ડીડમાં ઘણી સ્પષ્ટતા થઇ જશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY